મુંબઈ લોકલમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આ તારીખે મધ્ય રેલવે લાઇન પર લેવાશે 27 કલાકનો મેગા બ્લોક.. જાણો શું છે કારણ 

by kalpana Verat
CR Announces 6-hour Mega block on May 21

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં (Mumbai) 154 વર્ષ જૂનો બ્રિટિશ યુગનો (British era)  કર્ણાક બ્રિજ (Carnac bridge) તોડી પાડવામાં આવશે. મધ્ય રેલવે (Central Railway) પર 19 થી 21 નવેમ્બર દરમિયાન 27 કલાકનો મેગાબ્લોક (megablock) લેવામાં આવશે. આ ડિમોલિશનને (demolition) કારણે 36 મેલ એક્સપ્રેસ ટ્રેનો (Mail Express Trains) રદ કરવામાં આવી છે. આ બ્લોક દરમિયાન CSMT થી ભાયખલા અને વડાલા વચ્ચેની ઉપનગરીય લોકલ સેવા પણ બંધ રહેશે. મધ્ય રેલવેની મોટાભાગની લોકલ ટ્રેનો (Local trains) દાદર સુધી દોડશે. હાર્બર રૂટની (Harbor Route) મોટાભાગની ટ્રેનો વડાલા સુધી ચલાવવામાં આવશે. 19 અને 21 નવેમ્બરના રોજ મોટાભાગની મુંબઈ પુણે એક્સપ્રેસ ટ્રેનો (Mumbai Pune Express Trains) સાથે અન્ય ઘણા લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે.  

પુણે-મુંબઈ ઈન્ટરસિટી એક્સપ્રેસ (Pune-Mumbai Intercity Express) , હુસૈન સાગર એક્સપ્રેસ (Hussain Sagar Express) , દેવગિરી એક્સપ્રેસ (Devagiri Express) , મહાલક્ષ્મી એક્સપ્રેસ (Mahalakshmi Express) , નાંદેડ (Nanded) રાજ્ય રાણી એક્સપ્રેસ (Rajya Rani Express) અને 19 નવેમ્બરે મુંબઈ પહોંચનારી ગરીબરથ એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. મુંબઈ-નાંદેડ તપોવન, મુંબઈ-પુણે-મુંબઈ ઈન્ટરસિટી, મુંબઈ-જાલના જનશતાબ્દી, મુંબઈ-મનમાડ સ્પેશિયલ ટ્રેન, મુંબઈ-કોલ્હાપુર મહાલક્ષ્મી એક્સપ્રેસ, મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસ અને કેટલીક અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?

કેટલીક એક્સપ્રેસ દાદર, પનવેલથી ઉપડશે

મડગાંવ કોકણકન્યા એક્સપ્રેસ, માંડવી એક્સપ્રેસ 19 અને 20 નવેમ્બરના રોજ મુંબઈને બદલે પનવેલથી ઉપડશે, જ્યારે કેટલીક ટ્રેનો દાદર તેમજ પુણેથી ઉપડશે. પુષ્પક એક્સપ્રેસ, હાવડા, ફિરોઝપુર, ઈન્દ્રાયાણી એક્સપ્રેસ, મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, માંડવી એક્સપ્રેસ, કોકણકન્યા એક્સપ્રેસ અને મુંબઈ આવતી અન્ય ટ્રેનો માત્ર દાદર અને પનવેલ સુધી જ ચલાવવામાં આવશે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More