News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Assembly Elections) ધમધમાટ વધુ તેજ બન્યો છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja) . સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને રવિન્દ્ર જાડેજાએ પત્નીને મત આપવા માટે જામનગરવાસીઓને (Jamnagar) અપીલ કરી હતી.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ (Cricket) ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ રીવાબાને જંગી બહુમતીથી જીતાડી ભાજપના (BJP) વિકાસ રથને આગળ ધપાવવા મતદારોને અપીલ કરી