News Continuous Bureau | Mumbai
Edible Oil Price Update: સામાન્ય જનતા માટે સારા સમાચાર છે. સતત વધી રહેલી મોંઘવારી (inflation) વચ્ચે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ પામ ઓઈલ (CPO), પામોલિન તેલના (Palmolin Oil) ભાવમાં તેલ-તેલીબિયાં બજારમાં (oil-oilseed market) ઘટાડો થયો છે. માર્કેટ એક્સપર્ટ (Market Expert) મુજબ સરકારની ‘ક્વોટા-સિસ્ટમ’ ના કારણે ‘શોર્ટ સપ્લાય’ (Short supply) ના કારણે સોયાબીનના ભાવમાં (soybean prices) સુધારો થયો છે.
ગત વર્ષ કરતા અડધા રહ્યા ભાવ
ગયા વર્ષે ઓગસ્ટમાં ખેડૂતોએ ક્વિન્ટલ દીઠ 10,000 રૂપિયાના ભાવે સોયાબીનનું વેચાણ કર્યું હતું, જે આ વખતે 5,500-5,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યું છે. જો કે આ કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) કરતાં વધુ છે પરંતુ તે ગયા વર્ષના ભાવ કરતાં ઓછી છે. આ વખતે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદ્યું હતું, જેના કારણે ખેડૂતો ઓછા ભાવે વેચવાનું ટાળી રહ્યા છે.
ભાવમાં આવ્યો ઘટાડો
મળતી માહિતી મુજબ સોયાબીન કરતાં પામોલીન (Palmoline) સસ્તું હોવાથી સોયાબીન રિફાઈન્ડની (Refined soybeans) માંગને અસર થઈ છે, જેના કારણે સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોયાબીન તેલના ભાવમાં ઘટાડો થયો છે. મળતી માહિતી મુજબ મંડીઓમાં મગફળી અને કપાસિયાના નવા પાકની આવકમાં વધારો થવાને કારણે તેના તેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો:ચેતી જજો.. WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીં તો થવું પડશે જેલ ભેગા
સરસવના તેલના (mustard oil) ભાવ શું હતા?
ગયા અઠવાડિયે, સરસવના દાણાના ભાવ ગયા સપ્તાહના શુક્રવારના બંધ ભાવની સરખામણીએ 50 રૂપિયા વધીને 7,475-7,525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર બંધ થયા હતા. મસ્ટર્ડ દાદરી તેલ સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે 50 રૂપિયા વધીને 15,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બંધ થયું હતું. તે જ સમયે સરસવની પાક્કી ઘની અને કાચી ઘાની તેલના ભાવ પણ 10-10 રૂપિયા વધીને અનુક્રમે 2,340-2,470 રૂપિયા અને 2,410-2,525 રૂપિયા પ્રતિ ટીન (15 કિલો) પર બંધ થયા છે.
મગફળીના ભાવમાં પણ ઘટાડો થયો હતો
નવા પાકની આવકમાં વધારાને કારણે સમીક્ષા હેઠળના સપ્તાહમાં સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે, મગફળીના તેલીબિયાંના ભાવ 90 રૂપિયા ઘટીને 6,810-6,870 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર બંધ થયા હતા. અગાઉના સપ્તાહના બંધ ભાવની સરખામણીએ સીંગતેલ ગુજરાતમાં 380 ઘટીને 15,620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર બંધ રહ્યો હતો, જ્યારે મગફળી સોલવન્ટ રિફાઇન્ડ 55 રૂપિયા ઘટી 2,520-2,780 રૂપિયા પ્રતિ ટીન બંધ રહ્યો હતો.