News Continuous Bureau | Mumbai
હાઈવે (Highway) પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. હાઈવે પર મુસાફરી કરનારાઓએ ટોલ ટેક્સ (Toll Tax) ભરવો પડે છે, પરંતુ કેન્દ્ર સરકાર (Central Govt) ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રની મોદી સરકાર (Modi Govt) ટોલ ટેક્સ ન ભરનારાઓ વિરુદ્ધ કાયદો (rules) લાવવાની યોજના બનાવી રહી છે. આ મુજબ જે લોકો ટોલ ટેક્સ (Toll Tax) થી બચવા માટે અન્ય પદ્ધતિઓ અપનાવે છે, તેમને આ કાયદાના દાયરામાં લાવવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી (Road Transport and Highways Minister Nitin Gadkari) એ તાજેતરમાં આ અંગે સંકેતો આપ્યા છે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ મોદી સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર ટોલ ટેક્સ સંબંધિત બિલ લાવી શકે છે. કેન્દ્રીય મંત્રી ભૂતકાળમાં અનેક વખત સંકેત આપી ચૂક્યા છે કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસુલાતનું સમગ્ર કામ ટેક્નોલોજી (Technology) દ્વારા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ચેતી જજો.. WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીં તો થવું પડશે જેલ ભેગા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું કે હવે ટોલ પ્લાઝા (Toll Plaza) હટાવીને કેમેરા લગાવવાની યોજના છે. લોકોને ટૂંક સમયમાં ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે. હાઇવે પર વાહન ચલાવવા પર, કાર સાથે જોડાયેલા બેંક ખાતામાંથી સીધો ટેક્સ કાપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 2019માં આ અંગે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે તમામ વાહનો કંપનીની ફીટ નંબર પ્લેટ સાથે આવશે. હવે હાઈવે પર લાગેલા કેમેરા આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધો બેંક ખાતામાંથી કપાશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે હાલ સરકાર આ યોજનાને લઈને એક પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટોલ ટેક્સ ન ભરનારાઓ સામે જલ્દી કાયદો લાવવાની જરૂર છે. હાલમાં કાયદામાં ટોલ પ્લાઝા છોડીને ટોલ ન ભરનાર વાહન ચાલકોને સજા કરવાની કોઈ જોગવાઈ નથી. સરકાર આવા વાહનો માટે નવો નિયમ પણ લાવી શકે છે, જે નંબર પ્લેટ સાથે છેડછાડ કરશે. આવા વાહનોને નિયત સમયમાં નંબર પ્લેટ લગાવવા માટે કહેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જો કોઈ વ્યક્તિ ટોલ રોડ પર 10 કિમીનું અંતર પણ કાપે છે તો તેણે 75 કિમીની ફી ચૂકવવી પડે છે, પરંતુ નવી સિસ્ટમમાં જેટલું અંતર હશે એટલા રૂપિયા તેમને ચૂકવવાના રહેશે. સાથે ગડકરીએ મંત્રાલયમાં રૂપિયાની તંગીની વાતને સંપૂર્ણ નકારી કાઢી હતી.