News Continuous Bureau | Mumbai
PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જી-20 સમિટમાં (G-20 Summit) ભાગ લેવા ઇન્ડોનેશિયાના (Indonesia) બાલીની (Bali) મુલાકાતે છે. અહીં તેઓ એક પછી એક વિશ્વ નેતાઓને મળી રહ્યા છે. આ જ ક્રમમાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ (President of America) જો બાઈડન (Joe Biden) , ફ્રાન્સના રાષ્ટ્રપતિ (President of France) ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સહિત અનેક દેશોના વડાઓને મળ્યા હતા. પરંતુ એક બેઠક જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે બ્રિટનના નવા વડાપ્રધાન (Prime Minister of Britain) ઋષિ સુનક (Rishi Sunak) અને પીએમ મોદીની છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય મૂળના (Indian origin) ઋષિ સુનકે બ્રિટનમાં પીએમ પદની જવાબદારી સંભાળ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. જોકે પીએમ મોદીએ અત્યાર સુધી કોઈ દેશ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી નથી. આને અનૌપચારિક બેઠક (Informal meeting) તરીકે જોવામાં આવી રહી છે.
વડાપ્રધાન કાર્યાલયના (Prime Minister’s Office) ટ્વિટર હેન્ડલ (Twitter handle) પર બંનેની આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે. G20 સમિટના પહેલા દિવસે બંને દેશોના PM વચ્ચે મુલાકાત થઈ હતી. તમને જણાવી દઈએ કે, ઋષિ સુનકે હાલમાં જ પીએમ પદની જવાબદારી સંભાળી છે. આ સિવાય તેઓ ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ (Famous industrialist of India) અને ઈન્ફોસિસના (Infosys) સ્થાપક નારાયણ મૂર્તિના (Narayana Murthy) જમાઈ પણ છે.