News Continuous Bureau | Mumbai
કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દક્ષિણના રાજ્યો (Southern States) બાદ મહારાષ્ટ્ર (Maharashtra) પહોંચી છે. યાત્રા રાહુલ ગાંધી (Rahul Gandhi) દરેક વર્ગના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના ઘણા એવા વિડિયો આવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ઢોલ વગાડી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના (Hingoli District) કલામનુરીમાં (Kalamanuri) એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં (cultural event) પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલાકારો સાથે ઢોલ વગાડ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Rahul Gandhi playing drums at a cultural program in Maharashtra. pic.twitter.com/8KEcUF6dK6
— Aaron Mathew (@AaronMathewINC) November 13, 2022
આ સમાચાર પણ વાંચો: કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં થયું ભોપાળું, સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કઈં ને વાગ્યું’યે કઈં.. જુઓ વિડીયો
સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પુત્ર અને મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) , એનસીપી નેતા સુપ્રિયા સુલે (NCP leader Supriya Sule) , જયંત પાટીલ (Jayant Patil) અને એનસીપી નેતા જીતેન્દ્ર આવ્હાડ (NCP leader Jitendra Awhad) સહિત ઘણા નેતાઓ અહીં યોજાઈ રહેલી આ પદયાત્રામાં સામેલ થયા હતા. મહારાષ્ટ્ર બાદ યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે.
ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રાને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ યાત્રાનો ભાગ બની રહ્યા છે.
Join Our WhatsApp Community