News Continuous Bureau | Mumbai
આજે ભાજપ (BJP) ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે અને પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર ભાજપના ૮૯ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ (Central leaders) સહિત ઉત્તર પ્રદેશના સીએમ (Uttar Pradesh CM) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) , ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ (National President of BJP) જેપી નડ્ડા (JP Nadda) પણ જનસભા કરશે. ભાજપ શÂક્ત પ્રદર્શન કરતા એક સાથે ૮૯ દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં (Gujarat) પ્રચાર માટે બોલાવશે. તે પૈકી મધ્યપ્રદેશના (Madhya Pradesh) મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) નખત્રાણા આવશે. તેઓ આવતીકાલે સવારે ૧૦ વાગ્યે નખત્રાણા ખાતે સભા સંબોધશે અને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાનો (Pradyuman Singh Jadeja) પ્રચાર કરશે.
ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે ૫ હેલિકોપ્ટર ભાડે મંગાવ્યા છે. આ હેલિકોપ્ટર દિલ્હી બેંગ્લોર અને મુંબઈથી હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે.
આ સમાચાર પણ વાંચો: સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે નાગરવેલનાં પાન, ફાયદા જાણીને તમે આજે જ સેવન કરવાનું શરૂ કરી દેશો..
ગુજરાતમાં હવે સતત એક મહિના માટે વિવિધ રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની અવર જવર રહેશે. તેના માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના ૯ ચાર્ટર્ડ એરક્રાફ્ટ, ૬ Âટ્વન એÂન્જન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી ૨૫ દિવસ માટે એડવાન્સમાં બુક કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly elections) લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. તો હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે ૪૦થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે.
આ સમાચાર પણ વાંચો: સ્માર્ટફોન હોય કે લેપટોપ-ટેબલેટ… હવે બધા માટે એક જ ચાર્જર, સરકારના આ પ્લાન પર કંપનીઓએ કહ્યું અમે તૈયાર…
ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપ્ટર હાયર કર્યા છે. જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. તેઓ વિવિધ સ્થળે જનમેદનીને સંબોધન કરશે, રોડ શો કરશે, તેમજ પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે ત્યારે તેઓ ઝડપથી અવર જવર કરી શકે તે માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. જેમ જેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ તેમ વધારે હેલિકોપ્ટર તથા ચાર્ટર્ડ વિમાનનું બુકિંગ કરવામાં આવશે
Join Our WhatsApp Community