News Continuous Bureau | Mumbai
મધ્ય રેલવે (Central Railway line) લાઈન પરના બ્રિટિશ યુગના સૌથી જૂનો પુલ તરીકે ઓળખાતા કર્ણાક ફ્લાયઓવર (Carnac Bridge) ને તોડી પાડવામાં આવશે પરિણામે, મધ્ય રેલવે દ્વારા 19 થી 20 નવેમ્બર સુધી 27 કલાકનો મેગા બ્લોક (Mega Block) હાથ ધરવામાં આવશે. આ મેગાબ્લોકના કારણે રેલ્વે ટ્રાફિક પર મોટી અસર પડશે અને મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
આ મેગાબ્લોક 19 નવેમ્બર એટલે કે શનિવાર રાત્રે 11 વાગ્યાથી 21 નવેમ્બર એટલે કે સોમવાર મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી સેન્ટ્રલ રેલવે લાઇન પર કર્ણાક બ્રિજને તોડી પાડવામાં આવશે. આ મેગા બ્લોક સમયગાળા દરમિયાન 36 મેલ એક્સપ્રેસ ટ્રેનો (Express train) રદ કરવામાં આવી છે. તેમજ સીએસએમટીથી ભાયખલા અને વડાલા વચ્ચેની ઉપનગરીય લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ ગુરુવારે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કર્ણાક ફ્લાયઓવરના ડિમોલિશન કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે રેલવેના તમામ અધિકારીઓને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે, જેથી મુસાફરોને અસુવિધા ન થાય. તેમજ બ્લોક સમયગાળા દરમિયાન, બેસ્ટ દ્વારા CSMT, કોલાબા, ભાયખલા, દાદર, વડાલા વગેરે વિસ્તારોમાં વિશેષ બસો દોડાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..
જનરલ મેનેજરે બેઠકમાં સૂચના આપી હતી કે રેલવેના તમામ વિભાગો જેમ કે બાંધકામ, એન્જિનિયરિંગ, વીજળી, ઓપરેટિંગ, કોમર્શિયલ અને આરપીએફએ બ્લોકનું યોગ્ય રીતે સંચાલન કરવું જોઈએ. બ્રિજ તોડવાની તમામ કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવી જોઈએ. બ્લોક દરમિયાન મેલ-એક્સપ્રેસ અને લોકલ ટ્રેનો અંગે પર્યાપ્ત અને નિયમિત જાહેરાતો થવી જોઈએ. આ ઉપરાંત તમામ મુસાફરોને એસએમએસ દ્વારા મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ટૂંકા ગાળાની માહિતી આપવામાં આવે.
જનરલ મેનેજરની સૂચના
– મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવેના મોટા સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવી જોઈએ.
– મુસાફરોની સુવિધા માટે બસો બેસ્ટ અને MSRDC સાથે સંકલન કરીને છોડવામાં આવે.
– આરપીએફએ સુરક્ષાના કારણોસર જીઆરપી અને રાજ્ય પોલીસ સાથે સંકલન કરવું જોઈએ.
– બ્લોક સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર પોલીસ દળો તૈનાત કરવા જોઈએ.
Join Our WhatsApp Community