News Continuous Bureau | Mumbai
મુંબઈમાં (Mumbai) શુક્રવારે સાંજે એક કમનસીબ ઘટના બની હતી. વરલી (Worli) કોલીવાડામાં (Koliwada) બીચ (Beach) પર રમતી વખતે 8 થી 12 વર્ષની વયના પાંચ બાળકો દરિયામાં તણાઈ (Drowned) ગયા હતા, જેમાંથી ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, બે બાળકોના મોત થયા હતા અને એકની હાલત ગંભીર છે.
મળતી માહિતી મુજબ, વરલીના વિકાસ ગલીમાં બપોરે લગભગ 3.30 વાગ્યે 5 બાળકો દરિયામાં તરવા ગયા હતા. આ દરમિયાન તમામ દરિયામાં વહી ગયા હતા. સ્થાનિકોને આ વાતની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડના જવાનો આવે તે પહેલા સ્થાનિક માછીમારોએ (Local fishermen) પાંચેય બાળકોને દરિયામાંથી બહાર કાઢ્યા. અને તેમને સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં (Hinduja Hospital) દાખલ કર્યા.
આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન..
જોકે કમનસીબે પાંચમાંથી બે બાળકોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા, અને અન્ય એકની હાલત ગંભીર છે અને તેને સઘન સંભાળ એકમમાં દાખલ કરવામાં આવ્યો, જ્યારે અન્ય બેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. દાદર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ બાળકો વર્લીના જ હતા.
Join Our WhatsApp Community