સતર્ક થઈ જાઓ. મુંબઈના આ 17 વિસ્તારોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે, પ્રભાવિત વિસ્તારોની ઓળખ થઈ ગઈ. બાળકોએ આ લક્ષણોની અવગણના ન કરવી

4 thousand 355 suspected patients of measles
ચિંતાજનક સમાચાર, મુંબઈ શહેરમાં ઓરીના 4 હજાર 355 શંકાસ્પદ દર્દીઓ..

 News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેર (Mumbai city) ના ગોવંડી (Govandi) અને કુર્લા (Kurla) માં ઓરી (measles) નો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે. આ બંને વોર્ડમાં પાંચ અલગ-અલગ વિભાગોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત એમ પૂર્વ, એલ વોર્ડમાં 5-5 દરદીઓ નોંધાયા છે. આ સાથેજ એફ-નોર્થ, જી-નોર્થ, એમ-વેસ્ટ, પી-નોર્થ વોર્ડમાં પ્રત્યેક જગ્યાએ 1 – 1 દરદીને ઓરી લાગુ પડ્યો છે. 

મુંબઈમાં હાલમાં 2 હજાર 860 બાળકોને ઓરી હોવાની શંકા છે. નગરપાલિકા (BMC) ના આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે કે 9 મહિનાથી 5 વર્ષ સુધીની ઉંમરના બાળકોને જો ઓરીની રસી બાકી હોય તો તેમને તાત્કાલિક રસી અપાવી દેવી જોઈએ.

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ઓરીના 176 દર્દીઓને સારવાર આપતા સમયે હોસ્પિટલ તંત્રને પણ પડકારનો સામનો કરવો પડ્યો છે. ઓરીના શંકાસ્પદ દર્દીઓને ગોવંડીની શતાબ્દી હોસ્પિટલ, શિવાજી નગરમાં સિવિલ હેલ્થ સેન્ટર અને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં વરલીના કોલીવાડા બીચમાં ન્હાવા ઉતરેલા 5 બાળકો તણાયા, આટલાના ડૂબી જવાથી મોત..

ઓરીના ગંભીર દર્દીઓની સંખ્યા. 

  • ઓક્સિજન સારવાર પર દર્દીઓ – 7
  • કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર દર્દીઓ – 2

મુંબઈ મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર બાળકોમાં નિમ્નલિખિત લક્ષણ દેખાય તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. 

  • બાળકોમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપ
  • ઝાડા
  • ન્યુમોનિયા
  • કુપોષણ

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!