News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ (Congress) ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) છેલ્લા 2 મહિનાથી ભારત જોડો યાત્રા (Bharat Yatra Jodo) પર છે, જ્યાં યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ છે અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે આગળ વધી રહી છે. દરમિયાન, મેઘા પાટકર (Medha Patkar) ની એન્ટ્રીને કારણે ગુજરાત (Gujarat) માં ભારત પ્રવાસ જોડો યાત્રા વિવાદોના વંટોળમાં જોવા મળી રહી છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ (BJP) આક્રમક થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે.
Medha Patkar, who spearheaded the campaign against Gujarat’s ambitious Sardar Sarovar Project, did everything to stall the progress of Narmada Yojana, including blocking funds, joins Rahul Gandhi’s Bharat Jodo Yatra.
The Congress has always been anti-Gujarat and it continues… pic.twitter.com/oTiiqnwkGI
— Amit Malviya (@amitmalviya) November 18, 2022
મેઘા પાટકર મુદ્દે મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. દરમિયાન આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Maharshtra Deputy CM) એ કહ્યું કે, નર્મદા યોજના (Narmada Project) નો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે.