News Continuous Bureau | Mumbai
શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder case) માં જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ચકચાર મચાવનાર કેસની તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ (Delhi Police) ને હવે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મળ્યા છે. આ વિડિયો ક્લિપમાં એક માણસ હાથમાં બેગ અને કાર્ટનનું પેકેજ લઈને રસ્તા પર ચાલતો દેખાય છે. તેનો ચહેરો સ્પષ્ટ નથી, પરંતુ પોલીસનો દાવો છે કે તે આફતાબ છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
#શ્રદ્ધામર્ડરકેસમાં #દિલ્હીપોલીસને મળ્યા મહત્વના પુરાવા- #CCTVમાં #આફતાબ વહેલી સવારે આ વસ્તુ લઈને જતા દેખાયો.. જુઓ #વિડીયો #ShraddhaWalkar #shrddhamurdercase #delhipolice #cctvfootage #aftaabpoonawala #newscontinous pic.twitter.com/SrUrEMt7HL
— news continuous (@NewsContinuous) November 19, 2022
એવી આશંકા છે કે તે શ્રદ્ધા વોકરના શરીરના અંગો (Body Parts) લઈ ગયો હતો. પોલીસ ફૂટેજની ખરાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. 18 ઓક્ટોબરના રોજ રેકોર્ડ થયેલો, આ વિડીયો એ ભયાનક હત્યા કેસમાં બહાર આવતો પ્રથમ વિઝ્યુઅલ સીસીટીવી ફૂટેજ છે.
આ સમાચાર પણ વાંચો: સેલ્ફ ગોલમાં એક્સપર્ટ એવા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી ટાણે આ મહિલા સાથે કરી સાર્વજનિક મુલાકાત. હવે થઈ રહી છે સાર્વજનિક આલોચના