News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના નેતા (Congress leader) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વીર સાવરકર (Veer Savarkar) બાબતે કરેલા વિવાદાસ્પદ નિવેદનના મુંબઈ સહિત રાજ્યભરમાં ભારે પડઘા પડ્યા હતા. વીર સાવરકર મુદ્દે ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા શિવસૈનિકો (Shiv Sainiks) (એકનાથ શિંદે જૂથ (Eknath Shinde group) – બાળાસાહેબ ચી શિવસેના (Balasaheb Chi Shiv Sena) ) નો વિરોધ રાજ્ય સ્તરે ચાલી રહ્યો છે. આજે સાંસદ રાહુલ શેવાળે(Rahul Shewale) , મંત્રી દીપક કેસરકર (Deepak Kesarkar) અને ધારાસભ્ય સદા સરવણકરના (MLA Sada Saravankar) નેતૃત્વમાં સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ પર આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરોએ રાહુલ ગાંધીના ફોટાને ચંપલ વડે માર માર્યો હતો.
#Thane: Balasahebanchi Shiv Sena (Eknath Shinde faction) protests against #Congress leader #RahulGandhi for his statement on Savarkar#ShivSena #EknathShinde #Maharashtra #MaharashtraPolitics #maharashtranews @RahulGandhi @INCIndia @BJP4India @INCMumbai pic.twitter.com/K7k5uh4YyG
— Mumbai Tez News (@mumbaitez) November 17, 2022
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે. મુંબઈની ખચાખચ ભીડ ભરેલી લોકલમાં પણ એક મહિલા ટિકિટ ચેકર વિના કોઈ શરમ એ પોતાનું કામ કરી રહી છે. વીડિયો થયો વાયરલ.
અગાઉ મનસેની સાથે બીજેપી પણ રાહુલ ગાંધીના વીર સાવરકર વિશેના નિવેદન બાબતે આક્રમક બની હતી. ગઈ કાલે સવારે મુંબઈમાં દહિસર સહિતના વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવાની સાથે પુણેમાં બીજેપીના કાર્યકરોએ કૉન્ગ્રેસની ઑફિસની બહાર મોરચો કાઢ્યો હતો.
Join Our WhatsApp Community