નેટવર્ક વગર પણ થશે વાતચીત! Apple એ IPhone 14 માટે સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર પાડ્યું બહાર

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Apple એ iPhone 14 સિરીઝ સાથે નવું SOS ઇમરજન્સી ફીચર (Emergency feature) લોન્ચ કર્યું. સેટેલાઈટ કનેક્ટિવિટીની (satellite connectivity)  મદદથી ઈમરજન્સી કોલ (Emergency call) કે મેસેજ મોકલવામાં આવે છે. આ સર્વિસ હવે સિલેક્ટેડ દેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એપલે (Apple)  યુએસ અને કેનેડામાં (US and Canada) સેટેલાઈટ એસઓએસ ઈમરજન્સી (Satellite SOS Emergency) ફીચર બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું છે કે આ ફીચર આવતા મહિનાથી ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ અને યુકેમાં રિલીઝ કરવામાં આવશે. સેટેલાઇટ SOS કટોકટીના સમયમાં iPhone 14 યુઝર્સને ઘણી મદદ કરશે.

Appleના જણાવ્યા અનુસાર iPhone 14 સિરીઝના iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxના તમામ મોડલ આ ઈમરજન્સી ફીચરને સપોર્ટ કરે છે. એપલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે સેટેલાઇટ દ્વારા ઇમરજન્સી એસઓએસ પણ આઇફોનની આવશ્યક ઇમરજન્સી ફીચર્સ જેમ કે ઇમરજન્સી એસઓએસ, મેડિકલ આઇડી, ઇમરજન્સી કોન્ટેક્ટ્સ અને ફાઇન્ડ માય લોકેશન શેરિંગ પર આધારિત છે. આ ફીચર્સ સેટેલાઇટ સાથે કનેક્ટ કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શન લિમિટ થશે નક્કી થશે, GooglePay અને PhonePayને થઇ શકે નુકસાન

ફિચર કેવી રીતે કામ કરે છે?
જ્યારે કોઈપણ iPhone 14 યુઝર કોઈ નેટવર્ક કે Wi-Fi સિગ્નલ વગરની જગ્યાએ અટવાઈ જાય છે, ત્યારે ફોનની સ્ક્રીન પર એક પોપ-અપ દેખાશે. આમાં યુઝર્સ ઈમરજન્સીની સ્થિતિ જણાવી શકે છે. આઇફોનને આકાશ તરફ કરવા પર, તે તે વિસ્તારમાં હાજર સેટેલાઇટ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે.

ત્યાર પછી Apple યુઝરને મેસેજ મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે iPhone 14 ને સેટેલાઇટ તરફ નિર્દેશ કરવા માટે કહેશે. તમે આમાં એ પણ કહી શકો છો કે કોને મદદની જરૂર છે. એપલે આ માટે કસ્ટમ કમ્પોનન્ટ્સ અને સોફ્ટવેર ડેવલપ કર્યા છે.

આ સમાચાર પણ વાંચો: બી.સી.સી.આઈ.એ ગયા વર્ષે કમાયા આટલા પૈસા, પાકિસ્તાન આની આસપાસ પણ નથી

કામમાં આવશે

આ આઇફોનને મોટા એન્ટેના વિના પણ સેટેલાઇટ સિગ્નલ લેવા માટે પરમિશન આપે છે. એપલે કહ્યું કે ક્લીયર કંડીશનમાં 15 સેકન્ડમાં મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ કુદરતી આફતના કિસ્સામાં આ ફિચર ખૂબ જ ઉપયોગી થશે.

તેને ફાઇન્ડ માય એપ સાથે પણ લિંક કરવામાં આવ્યું છે. આ સાથે જ દુર્ઘટનામાં ફસાયેલા વ્યક્તિનું લોકેશન જાણી શકાશે. iPhone 14 અન્ય સુરક્ષા ફિચરઓ સાથે પણ આવે છે જેમ કે કાર ક્રેશ ડિટેક્શન અને ફોલ ડિટેક્શન. આ ફીચર્સ માટે યુઝરના મોબાઈલને iOS 16.1 વર્ઝનમાં અપડેટ કરવું જોઈએ.

પરંતુ તેનો ઉપયોગ ફક્ત નવા iPhone 14 સીરીઝ પર જ થઈ શકે છે. ભારતમાં આ ફીચરને રિલીઝ કરવા અંગે કંપની દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી..

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More