‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘ચંપક ચાચા’એ વિડીયો શેર કરી આપ્યું તેમનું હેલ્થ અપડેટ, જાણો હાલ કેવી છે તેમની તબિયત

TMKOC champak chacha Amit bhatt video health

 News Continuous Bureau | Mumbai

થોડા દિવસો પહેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(TMKOC) ના અમિત ભટ્ટના એટલેકે ‘ચંપક ચાચા’ (Champak Chacha) ઘાયલ થયાના સમાચાર (accident news) આવ્યા હતા. ત્યારથી, ચાહકો તેમના સ્વાસ્થ્યને લઇ ને ખૂબ જ પરેશાન હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ ‘ચંપક ચાચા’ના સ્વાસ્થ્ય વિશે (health) પૂછી રહ્યા હતા. ચાહકોની ચિંતા દૂર કરવા માટે હવે ચંપક ચાચાએ ખુદ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ચંપક ચાચા’નું પાત્ર ભજવનાર અમિત ભટ્ટે (Amit Bhatt) મીડિયામાં ચાલી રહેલા સમાચારોને નકારી કાઢીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. તેણે કહ્યું, ‘કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘ચંપક ચાચા’ એટલે કે અમિત ભટ્ટનો ભયંકર અકસ્માત થયો હોવાના સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. હું કહેવા માંગુ છું કે આ સમાચાર ખોટા છે. એવું કંઈ થયું નથી. ખૂબ જ નાની ઈજા  થઇ છે. હું સંપૂર્ણ રીતે ઠીક છું. હું તમારી સામે છું.’અમિત ભટ્ટે જણાવ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર એક સીન શૂટ થવાનો હતો, જેમાં સોઢીની કારનું ટાયર હાથમાંથી સરકી જાય છે અને તે તેની પાછળ દોડે છે. શૂટ દરમિયાન, ટાયર રિક્ષાને અથડાઈ ને પાછું આવ્યું અને ‘ચંપક ચાચા’ના ઘૂંટણમાં અથડાયું, જેના કારણે તેમને નાની ઈજા થઈ. તબીબોએ તેમને 10 થી 12 દિવસ આરામ કરવાનું કહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

આ સમાચાર પણ વાંચો:  પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો

અમિત ભટ્ટે વધુ માં જણાવ્યું કે તે ગોકુલધામ (Gokuldham) અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (TMKOC)  પરિવારને ખૂબ મિસ કરી રહ્યો છે. તે જલ્દી સ્વસ્થ થઈને શૂટિંગ (shooting) પર પાછા જવા માંગે છે. સાથે જ તેણે તેના ચાહકોને ચિંતા ન કરવાની સલાહ આપી છે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!