મુંબઈ નજીકના કલ્યાણ વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં ઘુસી ગયો દીપડો, લોકોમાં ફફડાટ.. જુઓ વિડીયો 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

મુંબઈ નજીકના કલ્યાણ-ચિંચપાડા (Kalyan ) વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં એક દીપડો (Leopard)  ઘૂસી ગયો હતો. દીપડાએ રસ્તામાં બે લોકો પર હુમલો (Attack) કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. 

 

આ ઘટનાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે. વીડિયોમાં દીપડો (Leopard) સૌપ્રથમ બિલ્ડિંગ (Building) ના પહેલા માળે જોવા મળે છે, ત્યારબાદ દીપડો બારીમાંથી કૂદી અંદર જતો જોવા મળે છે. વન વિભાગ, કેડીએમસી, ફાયર બ્રિગેડ, પશુમિત્ર સંઘ વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને છેલ્લા એક કલાકથી દીપડાને પકડવાના પ્રયાસો ચાલુ છે.

જોકે કલ્યાણ પૂર્વમાં દીપડો કેવી રીતે આવ્યો તેની કોઈને બરાબર ખબર નથી. પરંતુ દીપડાના હુમલામાં બે નાગરિકો ઘાયલ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. દીપડો (Leopard) બહાર આવીને ફરી લોકો પર હુમલો ન કરે તે માટે વન અધિકારીઓએ બિલ્ડિંગના તમામ પ્રવેશદ્વાર અને ખુલ્લી જગ્યાઓને જાળીથી બંધ કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો: ખૂબ ઉપયોગી છે Mini LED Bulb, કિંમત માત્ર રૂપિયા 33થી થાય છે શરૂ, ઈમરજન્સીમાં આવી રીતે આવે છે કામ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment