શું ફિલ્મી દુનિયા માં પગ મુકવા જઈ રહ્યા છે તારક મહેતા? અભિનેતા ની પોસ્ટ જોઈ લોકો એ લગાવ્યો ક્યાસ

by Dr. Mayur Parikh
TMKOC-shailesh lodha vicky kaushal

 News Continuous Bureau | Mumbai

કવિ અને એક્ટર શૈલેષ લોઢા ( shailesh lodha )  ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય સ્ટાર છે. જ્યારથી તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC )  છોડ્યું ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ જોવા મળે છે. તેઓ હરિ ફરી રહ્યા છે અને પોતાની સાથે ક્વોલિટી સમય  વિતાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ચાહકો ને તેમના અંગત જીવન વિશે અપડેટ આપતા રહે છે. અભિનેતાએ ચાહકોને એક નવું અપડેટ આપ્યું છે.

વાસ્તવ માં શૈલેષ લોઢાએ ( shailesh lodha ) બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને કેટરિના કૈફના પતિ વિકી કૌશલ ( vicky kaushal ) સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેના પછી ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે તેમના ચહીતા કલાકાર ‘તારક મહેતા’ ( TMKOC ) હવે ફિલ્મોમાં પણ જોવા મળશે. શૈલેષ લોઢાએ વિકી કૌશલ સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેમને કેપ્શન આપ્યું છે કે, “વિકી કૌશલ ખૂબ જ લોકપ્રિય સ્ટાર અને અદભૂત અભિનેતા છે. આ વાત બધા જાણે છે, પરંતુ આ બધી બાબતોથી આગળ વિકી એક અદ્ભુત વ્યક્તિ છે. વિકીની નમ્રતા, વડીલો પ્રત્યેનો આદર અને સરળ વર્તન, આ બધી બાબતો વિકીને બધાથી અલગ બનાવે છે. મારા માટે તેમનો આદર અને વિકી માટેનો મારો પ્રેમ બંને અમર્યાદિત છે. લાંબા સમય પછી અચાનક તમને મળીને ખૂબ આનંદ થયો. મળતાની સાથે જ તેઓએ કહ્યું કે શું સંયોગ છે. બે દિવસ પહેલા જ તમારા વિશે વાત કરતા હતા શૈલેષ ભાઈ.મારા ભાઈ વિકી, તું જેવો છે તેમ જ રહેજે. તમારા જેવા બહુ ઓછા લોકો છે.” શૈલેષ લોઢાએ આ પોસ્ટ સાથે વિકી કૌશલને પણ ટેગ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

આ સમાચાર પણ વાંચો: સુરતમાં સર્જાયા ‘ફિર હેરા ફેરી’ જેવા દ્રશ્યો.. પોલીસને જોઈ કોંગ્રેસી નેતા અધધ 75 લાખ છોડીને ભર રસ્તે દોડ્યા.. જુઓ વિડીયો જાણો વિગતે

બંનેના આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ચાહકો સોશિયલ મીડિયા  પર શૈલેષ લોઢા ( shailesh lodha )  ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે કે કેમ તેવો સવાલ પણ પૂછી રહ્યા છે. જો કે, શૈલેષે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી કે કોઈ સ્પષ્ટતા પણ કરી નથી. જોકે, શૈલેષ અને વિકીનો ફોટો જોઈને લાગે છે કે બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આજકાલ શૈલેષ લોઢા તેના શો ‘વાહ ભાઈ વાહ’માં વ્યસ્ત છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More