News Continuous Bureau | Mumbai
મુંબઈના ( Mumbai )મલાડ વિસ્તારમાં ( malad ) લોન એપ ( loan app ) દ્વારા એક યુવકનો અશ્લીલ ફોટો સર્ક્યુલેટ ( online ) કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો ( scam ) સામે આવ્યો છે. આ સંદર્ભે કુરાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને સાયબર સેલ ( Cyber cell ) પણ તપાસ કરી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
છેલ્લા કેટલાક દિવસોથી લોન એપને ( loan app ) લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. હવે મુંબઈના ( Mumbai ) મલાડ ( malad ) વિસ્તારમાં એક નવો મામલો સામે આવ્યો છે. જેમાં લોન આપતી એપ દ્વારા ગ્રાફિક ડિઝાઈનર યુવકને તેના અશ્લીલ ફોટોગ્રાફ વાયરલ કરીને બદનામ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે કુરાર પોલીસમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાયબર સેલ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. કુરાર પોલીસે છેતરપિંડી, દુર્વ્યવહાર દ્વારા ધમકીઓ અને આઈટી સાથે બદનક્ષીની કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાશી બજારમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..
આ રીતે થાય છે બ્લેકમેલીંગ.
પોલીસના જણાવ્યા અનુસાર, મલાડમાં ( malad ) રહેતા 28 વર્ષીય ગ્રાફિક ડિઝાઈનરને થોડા દિવસો પહેલા આર્થિક સમસ્યા હતી. તેથી તેણે સોશિયલ મીડિયા એપ પર લોન ( online loan app ) વિશે પૂછ્યું. તે સમયે તેની પાસેથી અંગત માહિતી અને ફોટા પણ પૂછવામાં આવ્યા હતા. તે પછી, તેની લોન તરત જ મંજૂર કરવામાં આવી હતી અને રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સમય જતાં તેણે વ્યાજ સહિત રકમ પરત કરી હતી. તેથી તેને કંપનીમાં વિશ્વાસ હતો. કેટલાક સમય પછી તેણે ફરીથી કંપનીને 18,000 રૂપિયાની લોન માટે અરજી કરી. પરંતુ આ વખતે આ યુવકનો અનુભવ કંઇક અલગ રહ્યો હતો. તેને લોન રકમના બે હપ્તા ચૂકવવામાં આવ્યા અને ત્યારબાદ ઉઘરાણી માટે ફોન પર ધાક ધમકી શરૂ કરવામાં આવી. જેથી તેણે વ્યાજ સહિત સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં તેને વધુ પૈસા આપવાની ધમકી આપવામાં આવી રહી હતી. આ અજાણ્યા વ્યક્તિએ તેની કેટલીક અભદ્ર તસવીરો તેના પરિચિતોને મોકલીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ તેના પરિચિતની પુત્રીનો અશ્લીલ ફોટોગ્રાફ બનાવી ફરિયાદી યુવકને બદનામ કરવા માટે તેને ફરતો કર્યો હતો. આથી તે કુરાર પોલીસ સ્ટેશન દોડી ગયો અને ઘટના અંગે હાજર પોલીસને જાણ કરી.

Leave a Reply