News Continuous Bureau | Mumbai
ટાટા ગ્રૂપે એરલાઈન સંભાળ્યા પછી એર ઈન્ડિયામાં મોટા પાયે ફેરફાર કર્યા છે. એર ઇન્ડિયાએ તેના કેબિન ક્રૂ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એર ઈન્ડિયાએ તમામ ક્રૂ મેમ્બર્સને તેમના લુક પર ધ્યાન આપવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ તમામ કેબિન ક્રૂને તેમના ઈન્સ્ટ્રુમેન્ટનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.
બધા પુરુષ અને સ્ત્રી બંને સભ્યોએ આ માર્ગદર્શિકાઓનું સખતપણે પાલન કરવાનું રહેશે. એર ઈન્ડિયાએ મેલ ફ્રના જે સભ્યોને ઓછા વાળ છે અથવા જેમને ટાલ પડી છે તેમને ચૂમિંગ ગાઇડલાઇનમાં ક્લિન શેવ્ડ હેડ એટલે કે બાલ્ડ લૂક રાખવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Paytm ને લાગ્યો મોટો ઝટકો. નવા ઘરાકો નું રજીસ્ટ્રેશન બંધ….
આ ઉપરાંત આવા ક્રૂ મેમ્બરોને દરરોજ માથું શેવ કરાવવા માટે પણ કહેવાયું છે. મેમ્બર્સને માર્ગદર્શિકા માં ‘ક્રૂ કટ’ હેરસ્ટાઇલ રાખવાની મંજૂરી નથી. એટલું જ નહીં, મેલ ક્રૂ વિખરાયેલા વાળવાળી હેરસ્ટાઈલ પણ નહીં રાખી શકે. બંને હાથમાં એક જ વીંટી પહેરવાની છૂટ છે, પરંતુ વીંટી એક સેમીથી વધુ પહોળી નહીં પહેરી શકાય.
આ ઉપરાંત તેઓ ફક્ત ચાર બોબીપિન જ નાંખી શકશે. ફીમેલ ક્રૂ-મેમ્બર્સ માટે ચૂમિંગ ગાઇડ લાઇન્સનું લિસ્ટ લાંબું છે. આ લિસ્ટમાં જણાવ્યા અનુસાર, ફીમેલ ક્રૂ- મેમ્બર્સને પર્લ ઇયરિંગ્સ પહે૨વાની પરવાનગી નથી.