516
Join Our WhatsApp Community
શિવસેનાના નેતા સંજય રાઉતને ( Sanjay Raut ) બેલગામ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. 30 માર્ચ 2018ના રોજ સંજય રાઉતે બેલગામમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમના પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તે સંદર્ભે તેમને આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, બેલગામ કોર્ટે તેમને 1 ડિસેમ્બરે બેલગામ કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો છે. જો રાઉત 1 ડિસેમ્બરે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેલગામની સ્થાનિક પોલીસે સંજય રાઉત પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ બેંગ્લોરમાં એક સનસનીખેજ નિવેદન આપ્યું હતું. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે સાંગલી જિલ્લાના જાટ તાલુકા પર દાવો કરવાની તૈયારી કરી રહ્યા છીએ, અમે આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. જેના કારણે રાજ્યમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આ રીતે રાઉતને આ સમન્સ પાઠવવામાં આવતાં ચર્ચા જગાવી છે.
આ સમાચાર પણ વાંચો: WhatsApp Hacking : શું કોઈ તમારી વોટ્સએપ ચેટ્સ વાંચે છે? આ રીતે હેકર ને પકડી પાડો અને તમારું whatsapp સુરક્ષિત કરો.
રાઉતે શું કહ્યું?
બેલગામ કોર્ટમાંથી સમન્સ મળ્યા બાદ સંજય રાઉતે કહ્યું કે, જો કર્ણાટક સરકાર કાયદાનો ઝંડો બતાવશે અને તેને જેલમાં ધકેલી દેશે તો મહારાષ્ટ્રમાં તેની અસર પડશે.તેમને ખબર નથી કે તે ભાષણમાં શું ઉશ્કેરણીજનક હતું.તેમણે પૂછ્યું છે કે, 2018ના ભાષણની નોંધ લઈને હું કોર્ટમાં હાજર થવાનો છું. મતલબ કે મારે કોર્ટમાં જવું પડશે. પછી જ્યારે હું કોર્ટમાં જાઉં તો મારા પર હુમલો થશે એવી મારી માહિતી છે. રાઉતે કહ્યું કે મેં સાંભળ્યું છે કે મારી ધરપકડ કરીને બેલગામ જેલમાં ધકેલી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.