મુંબઈ (Mumbai) ના કાંદીવલી (Kandivali) વિસ્તારથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સામાન્ય સમાચારો કરતા અલગ છે. અહીં બે સગી બહેનો (Sisters) એ પરિવારની સહમતિથી એક છોકરા સાથે લગ્ન કરી લીધા છે. આ બંને બહેનો ઉચ્ચ શિક્ષિત છે અને એન્જિનિયર છે. તેમજ બંને છોકરીઓ વેલ સેટલ છે. બીજી તરફ જે છોકરા એ આ બંને છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તે મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગનો છે અને મુંબઈ શહેરમાં ટ્રાવેલિંગ નો બિઝનેસ કરે છે.
એક દિવસ આ બંને છોકરીઓએ પરિવહન માટે એક ગાડી બુક કરી હતી અને તે ગાડી આ ટ્રાવેલિંગ વ્યવસાયિક છોકરાની હતી. ત્યારથી બંને છોકરી અને છોકરા વચ્ચે વાતચીત શરૂ થઈ. આખરે બંને છોકરીઓ એ નિર્ણય લીધો કે તે બંને આ છોકરાને પરણશે. આ માટે છોકરી અને છોકરા ના પરિવારજનો તૈયાર થઈ ગયા તેમજ વાજતે ગાજતે લગ્ન કરવામાં આવ્યા. આ લગ્નનો વીડિયો વાયરલ થયો છે.
આ સમાચાર પણ વાંચો: Income Tax News : ઘરમાં કેટલી રોકડ રાખી શકશો? જાણો વિગત અહીં, નહીં તો 137 ટકા ટેક્સ ભરવો પડશે
બીજી તરફ આ લગ્નના સમાચાર ફેલાતા ની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. અનેક લોકોએ આ સંદર્ભે કાર્ટુન્સ બનાવ્યા અને તેની સાથે અનેક લોકોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો. કેટલાક લોકોએ સરકારને અને પોલીસ વિભાગને આ મામલે લેવાની અપીલ કરી.
જે જગ્યાએ લગ્ન થયા હતા ત્યાં પોલીસ લગ્ન સ્થળે પહોંચી અને સમગ્ર મામલે અદખલપાત્ર ગુનાની નોંધ કરી લીધી છે. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય કાયદા પ્રમાણે એક હિન્દુ પુરુષ માત્ર એક સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. જોકે સ્ત્રીની સહમતી હોય તો તે બીજા લગ્ન પણ કરી શકે છે.
આ પરિસ્થિતિમાં હવે કાયદો શું કામ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. તમે વિડિયો જુઓ…
#Love triangle : #કાંદીવલી ની #એન્જિનિયર એવી બે જોડકા #બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કરી લીધા. #પોલીસે ફરિયાદ લખી. વીડિયો થયો #વાયરલ….#Mumbai #Kandivali #Marriage #Solapur #twogirls #sisters #oneboy #newscontinuous pic.twitter.com/YeXExE2tRo
— news continuous (@NewsContinuous) December 5, 2022

Leave a Reply