Beauty Tips : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય.. 

Beauty Tips : શિયાળામાં ચામડી સુકાવાને કારણે પગ, હાથમાં ચીરા પડે છે. ખંજવાળ આવે, ક્યારેક લાલ ચકમા થઈ જાય છે.

by kalpana Verat
Beauty Tips Do you suffer from chapped skin due to dry skin in winter So try this remedy..

Beauty Tips : શિયાળા (Winter season) માં ચામડી સુકાવાને કારણે ચીરા પડવાની વધુ સમસ્યા રહે છે, ઉપરાંત શરીરે ખંજવાળ, લાલ ચકમા થાય છે. ગરમ પાણીને બદલે હુંફાળુ પાણીથી સ્નાન કરવું જોઈએ તેવું સ્કિન રોગ નિષ્ણાંત તબીબે જણાવ્યું છે. શિયાળાની શરૂઆત થઈ છે. ચામડીના રોગનું પ્રમાણ અન્યની સરખામણીએ વધુ હોય છે. શિયાળામાં ચામડી સુકાવાને કારણે પગ, હાથમાં ચીરા પડે છે. ખંજવાળ આવે, ક્યારેક લાલ ચકમા થઈ જાય છે. પોરબંદરમાં સ્કિન રોગ નિષ્ણાંત ડો. શૈલેષ કંટારિયાએ જણાવ્યું હતું કે, શિયાળામા વાતાવરણ મા ભેજ ઘટી જાય છે તેથી ટ્રાન્સ એપીડર્મલ વોટર લોસ વધી જાય છે.

  • ચામડીના ઉપરના પડમાથી પાણી ઓછુ થઇ જાય છે. શિયાળામા ખાસ કરીને બાળકોમા થતુ ખરજવુ અને સોરીયાસીસ વકરે છે. ડો. કંટારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, શિયાળામા સાબુ નો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ.
  • વધુ પડતા ગરમ પાણીથી લાંબા સમય માટે સ્નાન કરવાથી પણ ચામડીનુ કુદરતી તેલ ધોવાય જાય છે અને ચામડી શુષ્ક થઇ જાય છે, તેથી વધુ ગરમ પાણી વાપરવાને બદલે સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવુ જોઇએ.
  • કોઇ પણ કુદરતી તેલ અથવા તો મોઇસ્ચ્યુરાઈઝર લગાવવુ જોઇએ.
  • વીટામીનથી ભરપુર શાકભાજી અને ફળો વધુ લેવા જોઇએ તેમજ પુષ્કળ પાણી પીવુ જોઈએ તેવું જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Heart Attack : હાર્ટ એટેક આવવાના સાઇલેન્ટ સંકેતો કયા છે? તેને કઈ રીતે ઓળખશો અને શું ઉપાય કરવો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More