Mirabai Chanu Wins Silver: મીરાબાઇ ચાનૂએ રચ્યો ઇતિહાસ,વેઇટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીત્યો સિલ્વર મેડલ

Mirabai Chanu Wins Silver At World Championship

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ દરમિયાન ચીનના વેઈટલિફ્ટર જિયાંગ હુઈહુઆએ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ અન્ય એક ચાઈનીઝ વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ 49 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું

કોલંબિયાના બોગોટામાં યોજાયેલી વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીબાઇરાની સફર સરળ નહોતી. તેણી ઈજા સાથે સંઘર્ષ કરી રહી હતી. તેણે ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે, સ્નેચના પ્રયાસ દરમિયાન તેણીએ એક શાનદાર બચાવ કર્યો જ્યારે તેણીએ વજન ઉપાડતી વખતે તેનું સંતુલન ગુમાવ્યું. પરંતુ આવી સ્થિતિમાં પોતાના શરીર પર નિયંત્રણ રાખીને તેણે પોતાના ઘૂંટણ અને નીચેના શરીરનો સહારો લીધો. મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 200 કિલોનો ભાર ઉપાડ્યો.

ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવ્યો

ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઈને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઝિહુઈ ક્લીન એન્ડ જર્કમાં 109 કિલો વજન ઉપાડ્યું અને સ્નેચમાં તેણે 89 કિલો વજન ઉપાડ્યું. જ્યારે ભારતીય વેઈટલિફ્ટર ચાનુ ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા અને સ્નેચમાં 87 કિગ્રા વજન ઉપાડવામાં સફળ રહી હતી. ઝિહુઈ ત્રીજા ક્રમે રહીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જ્યારે મીરાબાઈએ સિલ્વર મેડલ કન્ફર્મ કર્યો હતો. જિયાંગ હુઇહુઆએ ક્લીન એન્ડ જર્કમાં 113 કિગ્રા અને સ્નેચમાં 93 કિગ્રા વજન ઉઠાવ્યું. આ રીતે તેણે કુલ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ‘તેણે મને એટલું માર્યું કે મારું જડબું તૂટી ગયું…’ બોયફ્રેન્ડની ક્રૂરતા પર ‘ગંદી બાત’ અને ‘સ્ત્રી’ ફેમ અભિનેત્રી નું છલકાયું દર્દ,યાદ આવ્યો શ્રદ્ધા વાકર કેસ

બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્યૂબાની મહિલાઓની લાંબી રાહનો અંત આવ્યો છે. 60 વર્ષમાં પ્રથમ વખત ક્યૂબાની મહિલાઓ સ્પર્ધાત્મક બાઉટ્સમાં ભાગ લઈ શકશે. ક્યૂબાના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે 60 વર્ષના પ્રતિબંધ બાદ મહિલા બોક્સરોને સ્પર્ધાત્મક રીતે સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવશે.

ક્યૂબાની નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (INDER)ના વાઇસ પ્રેસિડેન્ટ એરિયલ સાન્ઝે જણાવ્યું હતું કે ક્યૂબામાં મહિલાઓ પણ બોક્સિંગ કરશે. મહિલાઓ ક્યૂબાને મેડલ ટેબલમાં ટોચ પર લઈ જશે. અમારી પાસે કાયદો છે. હવે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *