મોડી રાત્રે PM મોદી એરપોર્ટ આવી પહોંચ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન અને રાજ્યપાલે કર્યું સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા

by Dr. Mayur Parikh
PM Narendra Modi at Ahmedabad Airport

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમન સમયે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી તેમજ અમદાવાદના મૅયર કિરીટ ભાઈ પરમાર,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહા નિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનો ઉષ્મા સભર સત્કાર કર્યો હતો.
આજે મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે જ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.
આ પછી તેઓ સીધા ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. આજે હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ કેબિનેટના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે.
  સોમવારે ગાંધીનગરના સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી-નિયુક્ત ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે. 
Join Our WhatsApp Community

You may also like

Leave a Comment