બોરીવલીમાં રેલવે પાર્કિંગમાંથી ચાવી ચોરી ને બાઇક ચોરનાર પકડાયો.

મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં બોરીવલી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ટુ-વ્હીલરની ચોરીના કેસમાં મોટી કાર્યવાહી થઈ. કેવી રીતે બાઈકો ચોરાતી હતી તે અહીં વાંચો.

by Dr. Mayur Parikh
Do not handover your vehicle key to parking person

મુંબઈ શહેરમાં દરેક રેલવે સ્ટેશનની બહાર પે એન્ડ પાર્ક ( parking ) છે. અહીં લોકો પોતાની બાઇક પાર્ક કરે છે અને ટ્રેન માં આગળ નો પ્રવાસ શરૂ કરે છે. આવા લોકોની સંખ્યા હજારો નહીં પરંતુ લાખો છે. અનેક મહિનાઓ અને વર્ષો સુધી એક જ જગ્યાએ બાઇક પાર્ક કરતા હોવાને કારણે લોકોને ( vehicle key ) પે એન્ડ પાર્ક ( handover ) માં કામ કરતાં કર્મચારીઓ ( parking person ) પર વિશ્વાસ હોય છે. જોકે આવો વિશ્વાસ હવે જોખમી પુરવાર થઇ રહ્યો છે.

અનેક લોકો સ્કૂટરની અને બાઈકની ચાવી કર્મચારીઓના હાથમાં આપી દે છે અને બાઇક યોગ્ય જગ્યાએ પાર્ક કરવાની જવાબદારી કર્મચારીઓના માથા પર આવી પડે છે. બોરીવલીમાં એક બાઈક ચોર પકડાયો છે જે પે એન્ડ પાર્ક ના કર્મચારીઓ પાસેથી પાર્ક કરનાર લોકોની ટુ વ્હીલર ની ચાવી ચોરી લેતો હતો. ત્યારબાદ એકલતાનો ફાયદો ઉઠાવી બાઇકની ચોરી કરતો હતો.

આ સમાચાર પણ વાંચો: આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ફિલ્મ ના અભિનેતા ના ઘરે ગુંજશે કિલકારી, 10 વર્ષ પછી માતા-પિતા બનવા જઈ રહ્યું છે કપલ, એક્ટરે શેર કરી માહિતી

બોરીવલી વેસ્ટમાં પાર્કિંગમાંથી એક મહિલાનું એક્ટિવા ચોરાઈ જવાની ફરિયાદ થઈ હતી. જે બાદ જીઆરપી પોલીસે તપાસ શરૂ કરી તો પોલીસના ધ્યાનમાં આવ્યું કે આરોપી સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કૃષ્ણ રામ ભૂષણ પાંડેની ઉંમર 28 વર્ષ છે. તે પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરતો હોવાનું સીસીટીવી કેમેરામાંથી બહાર આવ્યું હતું.

આખરે પોલીસે આ બાઇક ચોરને શોધી કાઢ્યો અને તેની મુસ્કાન બદલાઈ ગઈ. ઉપરાંત ચોરીની બાઇક પણ કબજે કરી હતી. સીસીટીવી ફૂટેજથી પોલીસને આરોપીઓને શોધવામાં મદદ મળી હતી

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment