Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના પણ વખાણ કર્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા વહેતી થઈ હતી કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરી લેશે.

by Dr. Mayur Parikh
AAP 5 MLA from gujarat meet Arvind Kejriwal

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ( gujarat ) આમ આદમી પાર્ટીએ ( AAP ) પોતાનું ખાતું ખોલાવ્યું છે. અહીં 8 ડિસેમ્બરે આવેલ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત ખાવા (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચેતર વસાવા (દેડિયાપાડા)ને જીત હાંસલ થઈ હતી.

જોકે આ જીત મળ્યા પછી ભુપત ભાયાણી નામ ના ધારાસભ્ય ( MLA  ) ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જશે. ત્યારે આ તમામ ધારાસભ્યોએ દિલ્હી ખાતે પાર્ટીના અધ્યક્ષ તેમ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) મુલાકાત ( meet ) કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એ આ સંદર્ભે ની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.

આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું

હવે પ્રશ્ન એ પેદા થાય છે કે શું આ ધારા સભ્યો ભાજપમાં પ્રવેશ કરશે?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More