News Continuous Bureau | Mumbai
કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ ( kiff ) શરૂ થઇ ગયો છે અને ફિલ્મ જગતના મોટા સ્ટાર્સે તેમાં ભાગ લીધો છે.આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, જયા બચ્ચન, મહેશ ભટ્ટ, રાની મુખર્જી સહિત ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ( mamata banerjee ) સૌનું સ્વાગત કર્યું. કાર્યક્રમ દરમિયાન, સીએમ મમતાએ અમિતાભને ( amitabh bachchan ) ભારતનું ગૌરવ ( bharat ratna ) કહ્યા, જ્યારે શાહરૂખ ખાનને તેનો ભાઈ કહ્યો.
મમતા બેનર્જી એ અમિતાભ બચ્ચન ને કહ્યા ભારત રત્ન
મમતાએ પોતાના ભાષણમાં અમિતાભ બચ્ચનને ભારત રત્ન કહ્યા હતા. મમતાએ કહ્યું કે, મારી નજરો માં અમિતાભ બચ્ચન ભારત રત્ન છે. અને અમે ઈચ્છીએ છીએ કે તેમને પણ ભારત રત્ન આપવામાં આવે. તેઓ સમગ્ર દેશ માટે આદરણીય છે.સાથે જ મમતા બેનર્જીએ શાહરૂખ ખાનને પોતાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે શાહરૂખ મારો ભાઈ છે. મેં તેને હંમેશા મારો ભાઈ જ માન્યો છે. હું તેને રાખડી બાંધીશ. મને લાગે છે કે જે પણ બંગાળમાંથી જાય છે તે પ્રખ્યાત થાય છે.પછી તે રાની મુખર્જી હોય, જયા બચ્ચન હોય, કુમાર સાનુ હોય કે અરિજીત હોય. તે બધા અહીંના બ્રાન્ડ એમ્બેસેડર છે.
આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું
અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન બન્યા આકર્ષણનું કેન્દ્ર
અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના મૈત્રીપૂર્ણ સ્વભાવના દરેક લોકો ચાહક છે.અમિતાભને બંગાળના જમાઈ કહેવામાં આવે છે.કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ ઈવેન્ટ દરમિયાન પણ અમિતાભ અને શાહરૂખની ચર્ચાઓ વધુ રહી હતી.ઈવેન્ટમાં શાહરૂખે બંગાળી ભાષામાં ભાષણ શરૂ કરીને સૌને ખુશ કરી દીધા હતા.શાહરૂખ ખાન પોતે બંગાળી બોલતા હસી પડ્યો હતો.તેને કહ્યું કે, મેં રાની મુખર્જી પાસે સ્પીચ લખાવી છે. ગમે તો વખાણ કરજો , ના ગમે તો રાની નો વાંક. કિંગ ખાનને સાંભળીને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.