સલમાન ખાનની ‘ભાભી’નું છલકાયું દર્દ, કહ્યું કેમ તેને આ દિવસોમાં કરવો પડી રહ્યો છે રિજેક્શનનો સામનો?

renuka shahane reveals she is facing many rejections these days

News Continuous Bureau | Mumbai

1994ની બ્લોકબસ્ટર હમ આપકે હૈ કૌનમાં સલમાન ખાનની ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી રેણુકા શહાણેને ( renuka shahane )  આ દિવસોમાં ઓડિશન બાદ રિજેક્શન ( rejections  ) નો સામનો ( facing  )કરવો પડે છે. તેણીએ આ દાવો તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો જ્યાં તે તેની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’નું પ્રમોશન કરી રહી હતી. રેણુકા શહાણેએ શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત ‘ગોવિંદા નામ મેરા’માં વિકી કૌશલની માતાની ભૂમિકા ભજવી છે અને તે અભિનેત્રી તરીકે લગભગ ચાર વર્ષ પછી બોલિવૂડમાં પાછી આવી છે. ફિલ્મમાં રેણુકાના પાત્રની પણ પ્રશંસા થઈ રહી છે.

આ કારણે થાય છે તે રિજેક્ટ

56 વર્ષીય રેણુકાએ એક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાના દર્દને વર્ણવતા કહ્યું કે તે આ અસ્વીકારને ગંભીરતાથી લેતી નથી. રેણુકા કહે છે, “રિજેક્શન્સ ખૂબ જ છે. હું મારા ડિરેક્ટર પાસેથી પાત્રને સમજવા માંગુ છું. પરંતુ આ દિવસોમાં કાસ્ટિંગ ડિરેક્ટરના આસિસ્ટન્ટ્સ આ કામ કરે છે. હું પ્રક્રિયાને સમજી શકતી નથી અને આ જ કારણ છે કે હું ઓડિશન્સ ક્રેક કરી શકતી નથી. “રેણુકાએ વધુમાં જણાવ્યું હતું કે, “મને લાગે છે કે હું આ ઓડિશનમાં મારું 100 ટકા પરફોર્મન્સ આપી શકી નથી. પરંતુ હું આ રિજેક્શનને ગંભીરતાથી લેતી નથી અને મને નથી લાગતું કે હું ખરાબ એક્ટર છું. હું એક ડિરેક્ટર પણ છું અને હું અલગ-અલગ અભિનેતાઓ ને મળું છું.. હું જાણું છું કે તે અભિનય વિશે નથી, પરંતુ અભિનેતા પાત્રની ખૂબ નજીક ન હોઈ શકે.”

આ સમાચાર પણ વાંચો:  Nussrat Jahan On Bikini Controversy: દીપિકા પાદુકોણની બિકીની વિવાદમાં કૂદી પડી નુસરત, કહ્યું- ‘પહેલા હિજાબ હવે બિકીની, આ અમારી…’

વર્ષો થી છે ફિલ્મોમાં સક્રિય

રેણુકા શહાણેએ 1988માં ફિલ્મ ‘તમંચ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં જ દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ તેને તેમની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં કાસ્ટ કરી, જેમાં તે મોહનીશ બહેલની પત્ની અને સલમાન ખાનની ભાભી બની. સંસ્કારી ભાભીના રોલમાં રેણુકા શહાણેનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. બાદમાં રેણુકા ‘માસૂમ’ અને ‘દિલ ને જીસે અપના કહા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. ‘ગોવિંદા નામ મેરા’ પહેલા, અભિનેત્રી તરીકે તેની છેલ્લી ફિલ્મ 2018માં ‘3 સ્ટોરીઝ’ હતી. ‘ત્રિભંગા’ તેના લેખક અને દિગ્દર્શક તરીકે 2021માં રિલીઝ થઈ હતી. OTT પ્લેટફોર્મ પર આવેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *