શેરબજારના ટર્નઓવરમાં વધારો થશે, નવા IPO લાવવા માટે ક્લીઅરન્સના સમયમાં ઘટાડો કરવામાં આવશે એક્સચેન્જમાં પણ T+1 સેટલમેન્ટ થશે

નાના કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા ૬૦% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ lic જેવા એક બે ipo ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ ipo બજારમાં જોવા મળ્યા નથી.

by kalpana Verat
Stock market turnover will increase, clearance time for new IPOs will be reduced

News Continuous Bureau | Mumbai

સેબી નવા આઇપીઓ લાવવા માટેના નિયમો માં મોટા ફેરફારો લાવી રહી છે. આઇપીઓ લાવવા માટેના ક્લીઅરન્સના સમયમાં 70 દિવસના બદલે 7 દિવસમાં ક્લીઅરન્સ મળશે. નવા નિયમો માર્ચ 2023 સુધીમાં અમલમાં આવશે. સેબી ચીફ દ્વારા આ વાતની જાણ ઇનબેસ્ટમેન્ટ બેન્કર્સ ને મુંબઈમાં એક સમારોહ માં જણાવવામાં આવી છે. ક્લીઅરન્સ માટેના સમયના ઘટાડાની જાણ સેબી દ્વારા ઇનીસ્ટમેન્ટ બેન્કર્સ ને કરવામાં આવી છે.

2021 ના કેલેન્ડર વર્ષ કરતા 2022 માં ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમ માં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ નાના કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા ૬૦% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ lic જેવા એક બે ipo ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ ipo બજારમાં જોવા મળ્યા નથી. ભારતીય શેરબાજરોમાં પેમેન્ટ ના સેટલમેન્ટ માં પણ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. થોડાજ સમયમાં સંપૂર્ણપણે +1 સેટલમેન્ટ પ્રથા અમલમાં આવી જશે આંશિક રીતે તો અત્યારે t+1 સેટલમેન્ટ પ્રક્રિયા ચાલી જ રહી છે. પરંતુ થોડા મહિનામાજ્ શેરબાજરમાં સંપૂર્ણપણે t+1 સેટલમેન્ટ પ્રથા આવી જશે અનાથી રોકાણકારોને વેંચેલા શેરોના નાણા ઝડપથી મળી જશે અને બજારમાં ટર્નઓવર માં પણ ધરખમ વધારો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો:   Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

આમ સેબી દ્વારા પ્રાયમરી માર્કેટમાં લાવી રહેલા ખાસ કરીને ioo ના ક્લીઅરન્સ માં સમયમાં ઘટાડાને લઈને અને સેકન્ડરી માર્કેટમાં 1+1 સેટલમેન્ટ ના નિયમો ને લઈને ફાયદો થશે. નાના – નાના રોકાણકારો અને નવા રોકાણકારો પણ ઉમેરાશે અને બજારની પ્રવૃતિને વેગ મળશે તેમાં કોઈ શંકા નથી. 2023 માર્ચ સુધીમાં ડિસિન્વેસ્ટમેન્ટ ના સરકાર ના ટાર્ગેટ ને લઈને પણ ઘણાબધા ofs આવવાની શક્યતા બજાર જોઈ રહી છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારોથી શેરબજાર્ માં પ્રાયમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટને વેગ મળશે અને શેરબજારના ટર્નઓવરમા વધારો થશે અને ipo દ્વારા એકઠા કરતા નાણા ને લઈને કંપનીઓ ને પણ ફાયદો અને અને ipo ની સંખ્યા પણ વધશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More