નવો ટ્રેન્ડ.. ગ્લિટર નેઇલ આર્ટની લેટેસ્ટ અને ક્લાસી ડિઝાઇન, આપના હાથની વધારી દેશે ખૂબસૂરતી,

ટી. વી એક્ટ્રેસ હોય કે પછી મોડેલ હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં યુવતી હોય સૌથી પહેલા આપણી નજર તેમના નેલ પર જાય છે. આ ટ્રેન્ડ ખૂબ જ માર્કેટમાં છે.હવે તો નખ લાંબા ન હોય તો પણ શોખીન યુવતીઓ નકલી નખ લગાડીને જાણે અસલી નખનું લુક આવતું હોય તેમ પાર્લરમાં નેલ આર્ટ કરાવે છે.

by Dr. Mayur Parikh
New glitter Nail art design

News Continuous Bureau | Mumbai

ટી. વી એક્ટ્રેસ હોય કે પછી મોડેલ હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં યુવતી હોય સૌથી પહેલા આપણી નજર તેમના નેલ પર જાય છે. આ ટ્રેન્ડ ખૂબ જ માર્કેટમાં છે.હવે તો નખ લાંબા ન હોય તો પણ શોખીન યુવતીઓ નકલી નખ લગાડીને જાણે અસલી નખનું લુક આવતું હોય તેમ પાર્લરમાં નેલ આર્ટ કરાવે છે. આજકાલ નખ પર નેલપોલિસ લગાવ્યા પછી તેના પર શિમર કે ગ્લીટરથી જાતજાતની ડિઝાઇન દોરવાની ફેશન છે. ક્યારેક નખ પર રંગીન સ્ટોન પણ લગાવવામાં આવે છે. હવે તો ઘણી યુવતીઓ નખની પિયર્સિંગ પણ કરાવીને તેમાં ઝીણી સાંકળ ઘુઘરી લગાવે છે. કોન્ટ્રાક્ટર રંગમાં કરેલી ડિઝાઇન નો સ્ટોન અને પિયર સિંગથી નખરનો લુક કેવો અનોખો લાગે છે! 

હવે બ્યુટી ફક્ત ચહેરા, હાથ પગ સુધી સીમિત ન રહેતા નખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે શરીરના દરેક અંગો ખુબ જ સુંદર દેખાડવા બ્યુટિશિયનો સતત પ્રયત્નો કરે છે. અને તેમાં નખ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે . તેથી જ સુંદર આભૂષણો અને સુંદર વસ્ત્રોની સાથે સાથે હવે સામાન્ય સ્ત્રીઓ થી લઈને બ્રાઇડલ સુધી નખની શોભા વધારવા નેલ આર્ટ કરાવે છે. યંગસ્ટર માં તો ખૂબ ઘેલું લાગ્યું છે. જેમાં અવનવી ડિઝાઇનોની વેરાઈટીઝ હોય છે.

આ સમાચાર પણ વાંચો:  સ્કિન કેર: ચહેરાની કાળજી રાખવા કેટલા સમય પછી ફેશિયલ કરાવવું જરૂરી છે? જાણો તેના શું છે ફાયદા.. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment