વાછરડીનો શિકાર કરનાર સિંહને પ્રૌઢે હિંમતભેર લાકડી ફટકારી તગેડી દીધો

વંથલી વિસ્તારમાં અવારનવાર વન્યજીવો આવી ચડતા હોવાના બનાવ વચ્ચે ગઈકાલ બપોરે સિંહે એક વાછરડી તેમજ બકરા પર હુમલો કરી મારણ કરતા ખેડૂતોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે વાછરડીનો શિકાર કરતાં પ્રૌઢે આ સિંહને હિંમતભેર લાકડી ફટકારી ભગાવી મૂક્યો હતો

by kalpana Verat
farmer Courageously struck the lion who hunted the heifer with a stick

News Continuous Bureau | Mumbai

વંથલી વિસ્તારમાં અવારનવાર વન્યજીવો આવી ચડતા હોવાના બનાવ વચ્ચે ગઈકાલ બપોરે સિંહે એક વાછરડી તેમજ બકરા પર હુમલો કરી મારણ કરતા ખેડૂતોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે. વાછરડીનો શિકાર કરતાં પ્રૌઢે આ સિંહને હિંમતભેર લાકડી ફટકારી ભગાવી મૂક્યો હતો.

વંથલી તાલુકાના કણઝા ગામમાં રહેતા સેવાદાસ હરિયાણી ભોગવા વાળા કેડામાં ગાય ભેંસ ચરાવી રહ્યા હતા ત્યારે બપોરે એકાદ વાગ્યે બાવળની ઝાડીમાંથી એક સિંહ ત્યાં ચડી આવ્યો હતો અને અચાનક એક વાછરડી પર તેણે હુમલો કરી તેને મારી નાખી હતી. આથી સેવાદાસે સિંહને લાકડી મારતા તે ત્યાંથી ભાગી અને ત્યાં બાજુમાં બકરા ચરતા હોવાથી ત્યાં ગયો હતો અને ત્યાં એક બકરાનો શિકાર કર્યો હતો. આ દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી લોકો આવી જતા આ સિંહ થોડે દૂર બાવળની ઝાડી પાસે આવેલા એક ખાડામાં લપાઈને બેસી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના આરએફઓ સૂત્રજા ની સુચનાથી બીટગાર્ડ સોંદરવા તેમજ સ્ટાફે કણઝાની સીમમાં જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આરએફઓ સુત્રેજાએ જણાવ્યું હતું કણઝા ગામની આ ઘટનાની જાણ થતા સ્ટાફે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી આ સિંહની ઉંમર આશરે પાંચ થી નવ વર્ષનો છે તેને લોકેટ કરી જંગલ તરફ ખદેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More