બસ અને ટ્રેન તો ઠીક, હવે હજારો ફુટ ઊંચાઈ પર પેસેન્જરો વચ્ચે થવા લાગી મારામારી, બબાલ જોઈ ક્રૂ મેમ્બરના શ્વાસ થઈ ગયા અધ્ધર, જુઓ વીડિયો..

તમે બસ અને ટ્રેનોમાં તો મોટા ભાગે સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોયા હશે, પણ હવે તો ઝઘડા ( Fight breaks out )  જમીનથી હજારો ફુટની ઊંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે. જી હાં, આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

by Dr. Mayur Parikh
Fight breaks out between passengers on Bangkok-India flight

 News Continuous Bureau | Mumbai

તમે બસ અને ટ્રેનોમાં તો મોટા ભાગે સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતા જોયા હશે, પણ હવે તો ઝઘડા ( Fight breaks out )  જમીનથી હજારો ફુટની ઊંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે. જી હાં, આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં પેસેન્જરો ( passengers  ) ઝઘડો જ નહીં પણ ફ્લાઈટમાં ( Bangkok-India flight ) મારામારી પણ કરતા જોઈ શકાય છે. આ સાથે ફ્લાઇટ એટેન્ડન્ટ તેમને સતત શાંત પાડવાની કોશિશ કરતા જોવા મળે છે. વિમાનના જ એક સહ-પ્રવાસીએ વીડિયો ઉતારીને ઈન્ટરનેટ પર ચડાવી ,જે હવે વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માણસ પોતાના ચશ્મા હટાવે છે અને બીજા શખ્સને મારવા લાગે છે. તો વળી બાજૂમાં ઊભેલા એક યુવકે પણ દોસ્તની સાથે મારપીટમાં સામેલ થઈ જાય છે. જો કે, બીજા વ્યક્તિએ વળતો ઘા ન કર્યો અને તેણે ફક્ત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો દેખાય છે.

આ સમાચાર પણ વાંચો: શૂટિંગ પહેલા જ સેટ પર થયા અનુપમા-અનુજ રોમેન્ટિક, ક્રૂ મેમ્બર્સ પણ ડાન્સ જોઈને થઈ ગયાખુશ! BTS વીડિયો થયો વાયરલ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ ઘટના થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી કોલકાતા તરફ આવી રહેલી થાઈ સ્માઈલ એરવેઝની એક ફ્લાઈટમાં થઇ છે. થાઈ સ્માઈલ એરવેઝે આ બાબત અંગે ખુલાસો કર્યો છે કે આરોપી પ્રવાસી સામે ગુનો નોંધવામાં આવશે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More