એન્ટિલિયામાં થયું અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ ની સગાઈની ગ્રાન્ડ પાર્ટી નું આયોજન ,શાહરુખ થી લઇ ને સલમાન સુધીના ઘણા સ્ટાર્સે આપી હાજરી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. શાહરૂખ ખાન, રણબીર કૂપર સહિત ઘણા સેલેબ્સ કપલને અભિનંદન આપવા આવ્યા હતા.

by Dr. Mayur Parikh
from shah rukh to salman seen at antilia on anant ambani and radhika merchant engagement

News Continuous Bureau | Mumbai

 નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના પરિવારમાં ખુશીનો માહોલ છે. હાલ માંજ નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા તેના જોડિયા બાળકો સાથે ભારત આવ્યા હતા, જ્યારે હવે તેમના સૌથી નાના પુત્ર અનંતની ( anant ambani )  રાજસ્થાન ના શ્રીનાથજી મંદિર માં રાધિકા મર્ચન્ટ ( radhika merchant ) સાથે સગાઈ ( engagement ) થઈ છે. સગાઈની વિધિ બાદ અનંત અને રાધિકા પરિવાર સાથે મુંબઈ પહોંચ્યા હતા. આ પછી અંબાણી પરિવારે તેમના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયા માં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અવસર પર એન્ટેલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ ભવ્ય પાર્ટીમાં ( shah rukh ) બોલિવૂડના ( salman ) ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

ઢોલ નગારા સાથે થયું હતું કપલ નું સ્વાગત

મુંબઈ પરત ફરેલા અનંત અને રાધિકાના પરિવારના સભ્યોએ અંબાણી નિવાસસ્થાને વરલી સી-લિંક પર ફ્લાવર શો, ઢોલ, નગારાં અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અનંતે ટ્રેડિશનલ કુર્તા-પાયજામા પહેર્યો હતો જ્યારે રાધિકા પેસ્ટલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંને ગ્રાન્ડ બેશ માટે એન્ટેલિયા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શાહરૂખ ખાન ની ગ્રાન્ડ એન્ટ્રી

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે એન્ટેલિયા પહુચ્યો હતો. વાયરલ વિડીયો માં પૂજા કારમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે જ્યારે શાહરૂખ બેઠો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સમાચાર પણ વાંચો:  Heeraben Modi Death News: PM મોદીનાં માતા હીરાબા દેવલોક પામ્યા, રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ

ગુલાબી સાડી માં પહુંચી જ્હાન્વી કપૂર

‘મિલી’ અભિનેત્રી જ્હાન્વી કપૂર ગુલાબી સાડીમાં પહોંચી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણબીર સાથે આલિયા

સગાઈ પછી મુંબઈમાં આયોજિત ભવ્ય ઉજવણીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ જ શાહી અવતારમાં એકબીજાનો હાથ પકડીને દેખાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રણવીર સિંહ પણ આવ્યો નજર

સ્ટાર્સ ગેસ્ટ લિસ્ટમાં રણવીર સિંહ પણ હતો. તે મેચિંગ ટોપી સાથે બ્લેક ફોર્મલમાં પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

સલમાન ખાન નો પણ જોવા મળ્યો સ્વેગ

આ પાર્ટી માં સલમાન ખાન પણ એન્ટેલિયા માં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની માતાના નિધનથી બોલિવૂડમાં શોક ની લહેર, કંગનાથી લઈને આ સેલેબ્સે આપી સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment