મુંબઈના આ વિસ્તારમાં ફૂટી 72 ઈંચની પાણીની પાઈપ લાઈન, અડધી રાત્રે લોકોના ઘરો, દુકાનોમાં ભરાયા પાણી.. લાખો લીટર પાણીનો થયો વેડફાટ

by kalpana Verat
water pipe line burst at Ghatkopar

News Continuous Bureau | Mumbai

Mumbai news : ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં 72 ઈંચની પાણીની પાઈપ લાઈન ફાટવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈન ફાટવાને કારણે આ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાઈપલાઈન ફાટતા રસ્તાએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઘણી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયું છે. સાથે જ લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે..

રાત્રે અચાનક ઘરમાં પાણી આવી જતાં લોકો ભયભીત થઈ ગયા..

પ્રાપ્ત જાણકારી મુજબ આ પાઈપલાઈન 30 ડિસેમ્બરની રાત્રે અચાનક ફાટી ગઈ હતી. જ્યારે લોકો તેમના ઘરમાં સૂઈ રહ્યા હતા. આ લાઈન માંથી પાણી એટલી ઝડપે બહાર આવ્યું કે અનેક ઘરો, દુકાનો અને રસ્તાઓ ડૂબી ગયા. ઘરમાં અચાનક પાણી આવવાથી લોકો ભયભીત, મૂંઝવણમાં મૂકાયા હતા. આ પાણીનું દબાણ એટલું જોરદાર છે કે તે લગભગ 10 ફૂટ સુધી ઊછળી રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયો ઘટાડો

મ્યુનિસિપલ અધિકારીઓ ગેરહાજર

મધરાતે 2 થી 2.30 વાગ્યે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી કે પાણીની પાઈપલાઈન ફાટી ગઈ છે. પરંતુ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ હાજર નથી. દરમિયાન આ પાણીના પ્રવાહની ગતિ હજુ ધીમી પડી નથી. 

મહત્વનું છે કે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં આવેલી આ પાઈપલાઈન લગભગ બ્રિટિશ યુગની પાઈપલાઈન છે. આ પાઈપલાઈન 72 ઈંચ જાડી છે. આ પાઈપલાઈન ખૂબ જ જર્જરિત છે, જેના કારણે અવારનવાર પાઈપલાઈન ફાટવાના બનાવો બને છે. આ પહેલા પણ પાણીની લાઈન ફાટી ગઈ હતી અને ઘરો ધરાશાયી થયા હતા. હાલમાં પણ આ પાણીની લાઈન ફાટવાને કારણે મોટુ નુકશાન થયુ હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈના આ વિસ્તારમાં ધસી પડી જૂના મકાનની જર્જરિત દીવાલ.. ઘટનામાં એક મહિલાનું નીપજ્યું મોત..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More