મહામારીએ ચીનના પ્રવાસીઓની મુશ્કેલીઓ વધારી, ભારત બાદ આ દેશોએ નેગેટિવ રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કર્યું..

Coronavirus: Canada, Australia, Morocco add to Covid restrictions on Chinese travellers

News Continuous Bureau | Mumbai

  • ચીનમાં કોરોનાના ( Coronavirus ) કારણે સ્થિતિ વણસી છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ચીનથી આવતા મુસાફરોની ( Chinese travellers ) મુશ્કેલી વધી રહી છે.
  • ભારત અને અમેરિકા બાદ હવે કેનેડા ( Canada ) અને ઓસ્ટ્રેલિયાએ ( Australia ) પણ ચીનથી આવતા લોકો પર દેખરેખ ( Covid restrictions ) વધારવાનો નિર્ણય લીધો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ ચીનથી ઓસ્ટ્રેલિયા જતા મુસાફરોએ 5 જાન્યુઆરીથી કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
  • આ ઉપરાંત કેનેડામાં પણ ચીનથી આવતા મુસાફરો માટે કોરોનાના નેગેટિવ રિપોર્ટ બતાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • દરમિયાન અહેવાલ છે કે ચીનમાં સ્થિતિ વધુ બગડવાની સ્થિતિમાં, ઘણા દેશો ચીનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂકવાનું પણ વિચારી રહ્યા છે.
  • મહત્વનું છે કે ઇટાલી, સ્પેન, મલેશિયા, દક્ષિણ કોરિયા અને મોરોક્કોએ ( Morocco  ) પણ ચીનથી આવનારા મુસાફરો માટે કોરોના ટેસ્ટિંગ ફરજિયાત બનાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Cheetah : પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી : વન મંત્રીશ્રી મુળુભાઇ બેરા

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *