મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, શહેરના આ વિસ્તારમાંથી જપ્ત કર્યું અધધ 1 કરોડથી વધુનું ડ્રગ્સ..

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસ પણ તસ્કરો સામે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે માહિમ અને વિરાર વિસ્તારમાંથી 610 ગ્રામ એમડી ડ્રગ્સ (MD ડ્રગ્સ) જપ્ત કર્યું છે,

by Dr. Mayur Parikh
Mumbai Police recovers drugs worth Rs 1.2 cr, arrests three peddlers

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ( drugs )  તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસ પણ તસ્કરો સામે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, મુંબઈ પોલીસના ( Mumbai Police ) એન્ટી-નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે માહિમ અને વિરાર વિસ્તારમાંથી 610 ગ્રામ એમડી ડ્રગ્સ (MD ડ્રગ્સ) જપ્ત ( recovers ) કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 22 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ દરમિયાન મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલના ઘાટકોપર યુનિટે આ મામલામાં એક આફ્રિકન મહિલા પેડલર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 22 લાખ રૂપિયા છે. એન્ટી નાર્કોટિક્સ સેલે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે આરોપી ડ્રગ્સ પેડલર્સ મુંબઈમાં ઘણી જગ્યાએ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા, હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ લોકો ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને કોને સપ્લાય કરતા હતા.

પોલીસે 3 ડ્રગ પેડલર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને 6 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ સમાચાર પણ વાંચો: BJPની આગામી રણનીતિ, મિશન 2024: મોદી-શાહ બંગાળમાં ‘આટલી’ જાહેર સભાઓ કરશે, આ મહિને શરૂ થશે…

મહત્વનું છે કે મુંબઈ કસ્ટમ્સ ઝોન-IIIએ ભૂતકાળમાં 140.57 કિલો ડ્રગ્સનો નાશ કર્યો હતો. નવી મુંબઈના તલોજા ખાતે મુંબઈ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (MWML) ની ભસ્મીકરણ સુવિધા (ભઠ્ઠી)માં માદક દ્રવ્યો બાળવામાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More