સલમાન ખાન પર ફરી ભડકી એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી, ભાઈજાન પર મારપીટનો આરોપ લગાવ્યા બાદ કરી આ માંગણી

સોમી અલીએ સલમાન ખાન પર ચોંકાવનારા આરોપ લગાવ્યા બાદ હવે તેની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.

by Dr. Mayur Parikh
salman khan ex girlfriend somy ali ask public apology salman alleged sexual abuse

News Continuous Bureau | Mumbai

સલમાન ખાનની ( salman khan ) એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ( ex girlfriend somy ali ) એ ઘણી વખત ઇન્ટરવ્યુ દ્વારા તેની સાથે થયેલા અત્યાચાર વિશે ખુલીને વાત કરી છે. તેણે સલમાન ખાન પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. હવે સોમી એ તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા ફરીથી સલમાન પર ( sexual abuse ) હુમલો કર્યો છે અને તેને માફી માંગવા માટે કહ્યું છે. સલમાન પર મારપીટનો આરોપ લગાવતા તેણે કહ્યું છે કે તેણે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને સાચું કહીને માફી માંગવી ( public apology ) જોઈએ. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી સલમાન ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આટલા વર્ષો બાદ કેમ શેર કરી પોસ્ટ

સોમી અલી એ તે આરોપોનો જવાબ આપ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન પર યૌન શોષણનો આરોપ લગાવતા પહેલા અભિનેત્રીએ તેની પ્રશંસા પણ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે સોમીએ કહ્યું કે તેણે ક્યારેય સલમાન ખાનના વખાણ કર્યા નથી. તેણે કહ્યું કે તે 20 વર્ષ પછી પોતાનું દર્દ શેર કરી રહી છે કારણ કે તેને આઘાત માંથી બહાર આવવા માં સમય લાગ્યો હતો.સોમી કહે છે કે જો સલમાન અન્ય લોકો સાથે સારો વ્યવહાર કરે છે તો તેનો અર્થ એ નથી કે તે દરેક સાથે સારો છે. સોમી એ સલમાન પર તેનો શો રોકવાનું કાવતરું ઘડવા નો આરોપ લગાવ્યો છે. સોમી કહે છે કે તેનો શો ફ્લાઈટ ઓર ફાઈટ, જે ડિસ્કવરી+ પર રિલીઝ થવાનો હતો, તે સલમાન ના કારણે બંધ થઈ ગયો હતો. જેમાં તે શોષણ થી પીડિત મહિલાઓ માટે અવાજ ઉઠાવતી હતી.

આ સમાચાર પણ વાંચો:   તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં નવું નામ આવ્યું સામે, મૃત્યુના 15 મિનિટ પહેલા આ વ્યક્તિ ને કર્યો હતો વીડિયો કોલ

 સલમાન ખાને અરીસામાં જોઈને પોતાને આ સવાલ પૂછવો જોઈએ.

સોમીએ કહ્યું- ‘હું ઈચ્છું છું કે સલમાન ખાને મારી સાથે જે કંઈ કર્યું છે તે બધાની સામે સ્વીકારે, શાબ્દિક શોષણ, જાતીય શોષણથી લઈને શારીરિક શોષણ સુધી અને હું ઈચ્છું છું કે તે જાહેરમાં માફી માંગે. તેના જેવો ઘમંડી અને આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિ આવું ન કરે. હું ઈચ્છું છું કે મિસ્ટર ખાન પોતાની જાતને અરીસામાં જુએ અને પોતાને પૂછે કે, શું તેણે ક્યારેય મારી સાથે મારપીટ કરી છે અને દુર્વ્યવહાર કર્યો છે? આ જાણીને તમે જીવન સરળતાથી કેવી રીતે જીવી શકો અને પછી તમારામાં એટલી હિંમત આવી કે તમે મારો શો બંધ કરાવી દીધો.

Join Our WhatsApp Community

You may also like