સંક્રાંતિ બે દિવસ મધ્યમ પવન પતંગની ઠુમકી જ મારવી પડશે

મકરસંક્રાંતિ પર્વને લઈ પતંગ રસિયાઓમાં થનગનાટ છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જૂનાગઢમાં તારીખ 14 થી 16 જાન્યુઆરી ત્રણ દિવસ પવનનું જોર સામાન્ય રહેશે તેમ જણાવતા પતંગ ચગાવવા ઉતરાયણ એ ઠુંમકી મારવી પડે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે જોકે ઉત્તર પૂર્વમાં પવનને લઇ વાસી ઉતરાયણ એ પવનનું જોર વધવા સાથે ઠંડીમાં પણ વધારો થશે તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગે જણાવ્યું હતું

by Akash Rajbhar
Sankranti two days moderate wind has to fly the kite

News Continuous Bureau | Mumbai
મકરસંક્રાંતિના પર્વને લઈ સૌથી વધુ ઉત્સાહ પતંગ ચગાવવાનો હોય છે ત્યારે પતંગ પ્રેમીઓ કાનો બાંધી પતંગો ચગાવવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ જુનાગઢ શહેરમાં ઉતરાયણના દિવસે પવનનું જોર ઓછું રહેવાથી કૃષિ યુનિવર્સિટીના હવામાન વિશેષજ્ઞ ધીમંત વઘાસીયા એ જણાવ્યું હતું કે શહેરમાં પૂર્વીય પવન સાથે સરેરાશ 8 થી 10 પ્રતિ કિલોમીટર ઝડપી પવન ફુકાશે જોકે ઉતરાયણ કરતા બીજા દિવસે વાસી ઉતરાયણ રવિવારે પવનની ઝડપ 15 થી 16 કિલોમીટર રહેશે જેથી રવિવારે પતંગ ચગાવવા વધુ અનુકૂળતા રહેશે જોકે સવાર અને સાંજના અમુક સમયમાં પવનની લહેરની ઝડપમાં અશાંત: વધારો થશે જુનાગઢ શહેરી વિસ્તારમાં પવનની ઝડપ ઓછી રહેતા બહારના વિસ્તારોમાં પતંગ ચગાવવામાં વધુ સાનુકૂળતા રહેશે જોકે કાલે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ને પગલે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું ઉત્તરના પવન અને હિમવર્ષાને લઇ તારીખ 14 થી 18 સુધી તાપમાનનો પારો પાંચથી છ સેલ્સિયસ નીચે જશે જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે સરેરાશ ૧૦ થી ૧૨ સેલ્સિયસ તાપમાન સાથે બુધવારે તાપમાન નો પારો વધુ નીચે જશે તેમ પણ જણાવ્યું હતું

આ સમાચાર પણ વાંચો:USમાં મંદીના તોળાતા ખતરાની આશંકા વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 11.25% ઘટી રૂ.19,432 કરોડ નોંધાઇ

Join Our WhatsApp Community

You may also like