News Continuous Bureau | Mumbai
IPA એ મોશન પિક્ચર અને ટેલિવિઝનમાં તેના 27મા વાર્ષિક સેટેલાઇટ પુરસ્કાર માટે સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્તકર્તાઓ વિજેતાઓની જાહેરાત કરી હતી. આ લિસ્ટ માં ભાવિન રબારીએ બ્રેકથ્રુ પર્ફોર્મન્સ એવોર્ડ જીત્યો હતો, જ્યારે એસએસ રાજામૌલીની પીરિયડ ફિલ્મ RRR ને ઓનરરી સેટેલાઇટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભાવિન રબારી આ એવોર્ડ મેળવનાર સૌથી નાની વયનો કલાકાર છે, ભાવિન પહેલા આ કેટેગરીમાં IPA અવોર્ડસ મેળવનાર હસ્તીઓમાં એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન જેવા મોટા કલાકારો નો સમાવેશ થાય છે. ત્યારે હવે આ લિસ્ટમાં ગુજરાતના ભાવિન રબારીનું ( bhavin rabari ) પણ નામ સામેલ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘છેલ્લો ફિલ્મ શો’ ( last film show ) એ 21 વર્ષમાં પહેલી એવી ભારતીય ફિલ્મ છે જેને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મના લિસ્ટમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હોય.
પાન નલીને એવોર્ડ ને લઇ ને કહી આવી વાત
IPA બ્રેક થ્રુ પરફોર્મન્સનો એવોર્ડ મેળવવા પર ફિલ્મના ડિરેક્ટર અને રાઈટર પાન નલિને પોતાની ખુશી જાહેર કરતા કહ્યું હતું કે, “ફિલ્મ અને ભાવિન ને જે ભરપૂર પ્રેમ મળી રહ્યો છે તે બદલ હું સૌનો આભારી છું, આ એવોર્ડ મારા અને ભાવિન બંને માટે ખાસ છે, કારણ કે આટલી નાની ઉંમરમાં આ એવોર્ડ મેળવનાર તે સૌથી પહેલો કલાકાર છે અને આ એવોર્ડ તેની મહેનત ને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ આપશે.” આ અંગે એવોર્ડ મેળવનાર 13 વર્ષીય ભાવિને કહ્યું હતું કે, “હું ખૂબ જ ખુશ છું અને મને આ ફિલ્મમાં તક આપવા બદલ નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈ નો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને આવા ઘણા વધુ એવોર્ડ જીતીને ગૌરવ અપાવી શકીશું અને ઓસ્કાર ઘરે લાવી શકીશું.”
આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ બ્યુટી ઐશ્વર્યા રાય ની મુશ્કેલી વધી, આ કારણસર સિન્નાર તહસીલદારે અભિનેત્રી ને પાઠવી નોટિસ
આ દેશ માં પણ રિલીઝ થશે ફિલ્મ
95મા એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટ થયેલી અન્ય ભાષાની ફિલ્મો વચ્ચે ફિલ્મ ‘છેલ્લો શો’ પ્રશંસા મેળવી રહી છે. ઓસ્કાર ઉપરાંત પણ વૈશ્વિક સ્તરે અન્ય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેને ટોચનું સ્થાન મેળવ્યું છે. ફિલ્મ ‘છેલ્લો શો’ જાપાન અને ઇટાલીમાં પણ ટૂંક સમયમાં રીલીઝ થશે. ઓરેન્જ સ્ટુડિયો તેને ફ્રાન્સમાં પણ ફિલ્મ રિલીઝ કરશે.