News Continuous Bureau | Mumbai
ડિરેક્ટર લવ રંજન ખુરાનાની બહુચર્ચિત ફિલ્મ તુ જૂઠી મેં મક્કાર’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર પહેલીવાર રોમાન્સ કરતા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ પણ જોવા મળશે. હાલમાં તેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. જેવું નામ છે, એવું જ ફિલ્મનું ટ્રેલર પણ છે. આમાં રણબીર ખોટા પ્રેમીના રોલમાં જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધા એક કપટી પ્રેમિકાના રોલમાં જોવા મળી રહી છે.
આવી છે ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ ની વાર્તા.
ફિલ્મની વાર્તા એક એવા કપલ ની છે જે પ્રેમ કરવા માંગે છે પરંતુ સાથે રહેવા માંગતા નથી. ટ્રેલરની શરૂઆતમાં જ રણબીર કહે છે કે, આજકાલ સંબંધમાં પ્રવેશવું સહેલું છે પણ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. સંબંધ બાંધવો સહેલો છે, તેને તોડવો અઘરો છે, માટે જૂઠું બોલીને પકડાશો નહીં, પણ જૂઠું બોલીને તેમાં સત્ય ભેળવી દો. શ્રદ્ધા પણ કંઈક આવું જ વિચારે છે.
દર્શકોને પસંદ આવ્યું ફિલ્મ ‘તું જૂઠી મેં મક્કાર’ નું ટ્રેલર
તમને જણાવી દઈએ કે દર્શકો પણ આ ટ્રેલરને પસંદ કરી રહ્યા છે અને ચાહકો પણ આ રોમેન્ટિક કોમેડી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરે મોટાભાગના પ્રેક્ષકો નું ધ્યાન સ્ટેન્ડ-અપ કિંગ અનુભવ સિંહ બસ્સી પર ખેંચ્યું હતું, જેઓ આ ફિલ્મ સાથે ડેબ્યૂ કરી રહ્યા છે.
