News Continuous Bureau | Mumbai
2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. જ્યારે પુલવામા હુમલો ( Pulwama attack ) થયો, ત્યારપછી બંને દેશ પરમાણુ હુમલાની ખૂબ નજીક આવી ગયા હતા, પરંતુ અમેરિકાએ બંને દેશોને સમજાવવાની કોશિશ કરી કે બીજી બાજુથી પરમાણુ હુમલાની તૈયારી નથી થઈ રહી. આ નિવેદન અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ( US Mike Pompeo ) આપ્યું છે. માઈક પોમ્પિયોએ દાવો કર્યો છે કે ફેબ્રુઆરી 2019માં બાલાકોટ સ્ટ્રાઈક બાદ બંને દેશો પરમાણુ હુમલાની ( possibility of nuke war ) અણી પર હતા.
માઈક પોમ્પિયોનો દાવો
માઈક પોમ્પિયોએ મંગળવારે લૉન્ચ કરેલા તેમના પુસ્તક ‘નેવર ગીવ એન ઈંચ: ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવ’માં જણાવ્યું હતું કે, તે દિવસે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે સમિટ માટે હનોઈમાં હતા. આ દરમિયાન તેમણે અને તેમની ટીમે સંકટને ટાળવા માટે નવી દિલ્હી અને ઈસ્લામાબાદ બંને સાથે રાતભર કામ કર્યું. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે મને નથી લાગતું કે દુનિયાને ખબર હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પરમાણુ હુમલા સુધી કેટલું નજીક આવી ગયું છે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે મને પણ આનો જવાબ ખબર નથી.
તેમનો દાવો છે કે ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન હુમલાની તૈયારી કરી રહ્યું છે. મેં તેને કહ્યું કે મને થોડો સમય આપો હું તેને ઉકેલવાનો પ્રયત્ન કરીશ. મહત્વની વાત એ છે કે માઈક પોમ્પિયોએ લખ્યું છે કે તેમણે ભારતમાં તેમના સમકક્ષ સાથે વાત કરી હતી અને તેઓ પુરુષ હતા, પરંતુ તે સમયે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હતા. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પોમ્પિયોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હશે. જો કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.
આ સમાચાર પણ વાંચો: મુંબઇમાં ‘સ્પેશિયલ-26’ સ્ટાઇલમાં લૂંટ, નકલી ED ઓફિસર બનીને ઠગ કરોડો લઇ ફરાર.. વેપારીઓ ચિંતિત
વિદેશ મંત્રાલયે કંઈ કહ્યું નથી
ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની અણી પર હોવાના અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રીના દાવા પર ભારતના વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી. પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવું પણ પ્રાથમિકતા હતી.
ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલામાં 40 ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી હતી. ફેબ્રુઆરી 2019 માં, ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર હુમલો કરીને ભારે તબાહી મચાવી હતી.