ગુજરાત : આખરે 18 વર્ષે ચુકાદો આવ્યો, 2002નાં રમખાણો મામલે કોર્ટે 22 લોકોને છોડી મૂક્યા

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

by Dr. Mayur Parikh
Gujarat court acquits 22 accused in post-Godhra riots case in which 17 people were killed

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં 2002ના રમખાણોમાં સ્થાનિક પંચમહાલ કોર્ટે ( Gujarat court ) 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આરોપીઓ સામે કોઈ મજબૂત પુરાવા ન હોવાથી તેઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે.

28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ( Godhra riots case ) રેલવે સ્ટેશન પર સ્થાનિક લોકોએ સાબરમતી એક્સપ્રેસના બે કોચને આગ ચાંપી દીધી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકો આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાં થયેલી હિંસામાં 22 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  શું સંસદની નવી ઇમારતમાં રજૂ કરવામાં આવશે બજેટ? ચર્ચાએ જોર પકડતા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કરી આ સ્પષ્ટતા

આ કેસમાં બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું કે ગોધરાની ઘટના બાદ હાલોલ ગામમાં ફાટી નીકળેલા તોફાનોમાં 17 લોકોના મોત થયા હતા. આ કેસમાં 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 8ના મોત સુનાવણી દરમિયાન થયા હતા. એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે મંગળવાર 24મી જાન્યુઆરી 2023ના રોજ તમામ 22 આરોપીઓને આ આરોપીઓ સામે મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More