News Continuous Bureau | Mumbai
મુંબઈના ( Mumbai ) સાકીનાકામાં ( Andheri East ) આવેલી 3 નંબર ખાડીના એક ઝુંપડામાં આજે આગ ( Fire breaks out ) ફાટી નીકળી છે. ધીમે-ધીમે આ આગ નજીકના અન્ય અનેક ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ. આગની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાના પ્રયાસ કરી રહી છે. જોકે આગના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
મુંબઈના #સાકીનાકા વિસ્તારમાં લાગી #આગ.. જુઓ વિડીયો #Sakinaka #Mumbai #fire #newscontinuous pic.twitter.com/w6KMXLe3Ds
— news continuous (@NewsContinuous) January 26, 2023
મુંબઈ ફાયર બ્રિગેડે આ આગને પ્રથમ સ્તરની આગ તરીકે જાહેર કરી છે. ફાયર બ્રિગેડે આ આગ નજીકના 5 થી 6 ઝૂંપડાઓમાં ફેલાઈ જવાની શક્યતા વ્યક્ત કરી છે. BMCએ કહ્યું કે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.
આ પહેલા બુધવારે (25 જાન્યુઆરી), મુંબઈના ઉપનગર અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સ્થિત 29 માળની રહેવાસી બિલ્ડિંગના 24મા માળે આગ ફાટી નીકળી હતી. આ આગ સવારે 5.15 વાગ્યે કાબૂમાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું મુંબઈ, મનપાનું હેડક્વાર્ટર તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું.. જુઓ વિડીયો..
બાંદ્રામાં પેસેન્જર બસમાં આગ લાગી
આ સિવાય 25 જાન્યુઆરીએ બાંદ્રામાં બેસ્ટની બસમાં આગ લાગી હતી. જોકે બસમાં બેઠેલા તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. થોડીવાર બાદ આગ કાબુમાં આવી હતી.