મલાડના માલવણી પાર્કમાંથી ટીપુ સુલતાનનું નામ હટાવવામાં આવશે, ઉદ્ધવ સરકાર દ્વારા નામકરણ કરાતા થયો હતો વિવાદ

Remove Tipu Sultans name from Malad garden; Mumbai Guardian Minister orders District Collector

 News Continuous Bureau | Mumbai

ગત વર્ષની શરૂઆતમાં મલાડના માલવાણીમાં એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નામ ‘વીર ટીપુ સુલતાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ રાખવામાં આવ્યું હતું. જેનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. જોકે ભાજપનું આ આંદોલન હવે સફળ થયું છે. મલાડમાં પાર્કનું વિવાદાસ્પદ નામ હટાવી દેવામાં આવ્યું છે. પર્યટન મંત્રી મંગલપ્રભાત લોઢાએ ટ્વિટર દ્વારા માહિતી આપી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈના મલાડ વિસ્તારના એક પાર્કનું નામ ટીપુ સુલતાનથી બદલીને કંઈક બીજું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપનગરીય જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને મલાડ વિસ્તારમાં પાર્કને આપવામાં આવેલ ટીપુ સુલતાનનું નામ હટાવવાનો આદેશ આપ્યો છે. પાર્કનું નામ MVA સરકારના કાર્યકાળ દરમિયાન રાખવામાં આવ્યું હતું અને ભાજપે નામ બદલવાનો વિરોધ કર્યો હતો.

ભાજપે અનેકવાર કર્યો વિરોધ

મલાડમાં ઉદ્ધવ સરકાર વખતે ભાજપે પાર્કનું નામ ટીપુ સુલતાન રાખવા સામે અનેકવાર વાંધો ઉઠાવ્યો હતો. ત્યાં સુધી કે ભાજપના કાર્યકરોએ ધરણા પણ કર્યા હતા. ગણતંત્ર દિવસ પર પણ ભાજપ અને બજરંગ દળના નેતાઓએ મલાડ સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ દરમિયાન બજરંગ દળના કાર્યકરોની મુંબઈ પોલીસ સાથે અથડામણ થઈ હતી અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અસલમ શેખે કર્યું હતું ઉદ્ઘાટન

કોંગ્રેસ નેતા અને મુંબઈના તત્કાલિન પાલક મંત્રી અસલમ શેખે દેશની આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર ગયા વર્ષે 26મી જાન્યુઆરીએ, 18મી સદીના મૈસૂરના વિવાદાસ્પદ શાસક ટીપુ સુલતાનના નામ પરથી મુંબઈમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેદાનને ટીપુ સુલતાનાનું નામ આપ્યા બાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો.