News Continuous Bureau | Mumbai
નાસિકના માલેગાંવના ભાજપના નેતા, અદ્વય હિરે પાટીલ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયા છે.
શિવસેના ભવનમાં તેમણે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું.
આ અવસરે ઉદ્ધવ ઠાકરેએ તેમના હાથ પર શિવબંધન બાંધ્યું અને પછી શાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું.
અદ્વય હિરે પાટીલે કહ્યું કે મેં ક્યારેય ભાજપ પાસેથી કોઈ પદ માંગ્યું નથી, પરંતુ હંમેશા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે ભાજપે ખેડૂતોને કોઈપણ રીતે મદદ ન કરી ત્યારે મેં ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું.
મહત્વનું છે કે અદ્વય હિરે પાટીલના પરિવારનો ઉત્તર મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો પ્રભાવ છે. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ પરિવહન મંત્રી પ્રશાંત હિરેના પુત્ર છે.
આ સમાચાર પણ વાંચો: ઘૂંટણના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ યોગાસન નિયમીત પણે કરો રાહત થશે .
Join Our WhatsApp Community