News Continuous Bureau | Mumbai
અમૂલે ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો આપીને તેમનું બજેટ બગાડ્યું છે.
અમૂલે ફુલ ક્રીમ દૂધના ભાવમાં 3 રૂપિયાનો તો ભેંસના દૂધના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર અને ભેંસના દૂધના ભાવ 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.
અમૂલ દહીં અને અન્ય દૂધ પ્રોડક્ટ્સ ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જો કે આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગુ નહી થાય. અમૂલે કરેલો દૂઘના ભાવનો વધારો મહારાષ્ટ્ર, દિલ્હી અને કોલકત્તામાં લાગુ પડશે.
આ સમાચાર પણ વાંચો : કેરી રસિકો માટે સારા સમાચાર, વાશી એપીએમસીમાં રત્નાગિરી હાફૂસ કેરીની એક બે નહીં પણ 38 પેટી આવી..
Join Our WhatsApp Community