News Continuous Bureau | Mumbai
- વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ( Adani Enterprises ) હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદથી વિવાદોમાં ફસાયા છે.
- દરમિયાન હવે આ મામલે દેશમાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
- દેશના વિપક્ષે મોદી સરકા સામે મોરચો માંડ્યો છે, જેમાં કોંગ્રેસ ( Congress ) એલઆઈસી અને સરકારી બેંક મુદ્દે દેશભરમાં સોમવારે વિરોધ પ્રદર્શન ( nationwide protest ) કરશે.
- આ અંતર્ગત કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યુ કે, જનતાના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. જેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાં ઉગ્ર દેખાવો કરશે.
- ઉલ્લેખનીય છે કે સંસદમાં પણ વિપક્ષે અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દા પર ચર્ચાની માંગ સાથે ધમાલ મચાવી હતી.
આ સમાચાર પણ વાંચો: અદાણી પોર્ટ્સમાં નવી પોઝિશન પર પ્રતિબંધ, NSE એ F&O પ્રતિબંધ લિસ્ટમાં મૂક્યું, સમજો તેનો અર્થ
Join Our WhatsApp Community