News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. PM મોદી મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી યાદીમાં 78 ટકા વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ સાથે ટોચ પર છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત 16 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. પીએમ મોદીને વિશ્વભરના વયસ્કોમાં સૌથી વધુ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે, જેમને 68 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે ત્રીજા સ્થાને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે, જેમને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. સર્વે અનુસાર, વર્ષ 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે.
બાઇડન ટોપ 5માંથી અને સુનાક ટોપ 10માંથી બહાર
જણાવી દઈએ કે આ લિસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને ટોપ ફાઈવમાં સ્થાન મળ્યું નથી. બાઇડન આ યાદીમાં 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમા ક્રમે છે. બીજી તરફ, સુનાકે આ લિસ્ટમાં 30 ટકા એપ્રુવલ રેટિંગ સાથે 13મું સ્થાન મેળવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: મિત્રને બચાવવાનું બંધ કરો, દેશ બચાવો; અદાણી ગ્રુપનો ઉલ્લેખ કરીને ફિલ્મમેકરે કર્યો પીએમ મોદી પર કટાક્ષ
ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અને પાંચમા ક્રમે બ્રાઝિલના રાષ્ટ્રપતિ
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 58 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.