News Continuous Bureau | Mumbai
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શેરશાહ દંપતીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં કરણ જોહર થી લઈને શાહિદ કપૂર અને ઈશા અંબાણી પણ પહોંચ્યા હતા. બન્ને એ તેમના સોશિયલ એકાઉન્ટ પર તેમના લગ્નની તસવીરો શેર કરી છે. આ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થના લગ્નને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
પંજાબી અને સિંધી રીતિ-રિવાજમાં થઇ કિયારા અડવાણીની વિદાય
મીડિયા રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીને પંજાબી અને સિંધી વિધિથી વિદાય આપવામાં આવી હતી. પુત્રીને વિદાય આપતી વખતે, કિયારાની માતા જેનેવિવ અને તેનો ભાઈ મિશાલ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તો બીજી તરફ કિયારા પણ તેની વિદાય પર ખુબ રડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિયારાએ તેની વિદાય પર ઘણા આંસુ વહાવ્યા હતા, એટલું જ નહીં ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા.
આ દિવસે યોજાશે કિયારા સિદ્ધાર્થ નું રિસેપ્શન
રિપોર્ટ્સનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી પ્રાઈવેટ જેટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ના દિલ્હીમાં ઘરે જવા માટે રવાના થશે. આ કપલ 9 ફેબ્રુઆરીએ તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ માટે રિસેપ્શનનું આયોજન કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 10 ફેબ્રુઆરી એ મુંબઈ પાછા ફરશે અને ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના વેડિંગ રિસેપ્શનમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સહિત તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થઈ શકે છે.