મહાન લેગસ્પિનર શેન વોર્નની 120 કરોડની પ્રોપર્ટી થયો બટવારો… પત્ની કે ગર્લફ્રેંડને એક રૂપિયો પણ ના આપ્યો.. જાણો કોને મળી આ ખેલાડીની મિલકત

4 માર્ચ 2022 ના રોજ, ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​શેન વોર્ને થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં એક ખાલીપો સર્જાયો છે જે આજ સુધી ભરાયો નથી.

by Dr. Mayur Parikh
Shane Warne leaves bulk of 20.7 million dollar estate to his children

News Continuous Bureau | Mumbai

4 માર્ચ 2022 ના રોજ, ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​શેન વોર્ને થાઈલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા. શેન વોર્નના નિધનથી ક્રિકેટ જગતમાં એક ખાલીપો સર્જાયો છે જે આજ સુધી ભરાયો નથી. શેન વોર્ન લગભગ 120 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયો છે. તેના મૃત્યુના 11 મહિના બાદ હવે શેન વોર્ન નું વસિયતનામું સામે આવ્યું છે. જેમાં વોર્ને પોતાની વસિયતમાં ભૂતપૂર્વ પત્નીને એક રૂપિયો પણ આપ્યો નથી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શેન વોર્ને પોતાની વસિયતનો મોટા ભાગનો હિસ્સો તેના બાળકોને જ આપ્યો છે. શેન વોર્નના કુલ ત્રણ બાળકો છે. તેના પુત્રનું નામ જેક્સન વોર્ન છે જ્યારે બે પુત્રીઓના નામ સમર વોર્ન અને બ્રુક વોર્ન છે. ત્રણેયને ભૂતપૂર્વ સ્પિનરની ​​ડેથ વિલમાં સમાન 31 ટકા હિસ્સો આપવામાં આવ્યો છે. આ સિવાય બાકીની પ્રોપર્ટી શેન વોર્નના ભાઈ, ભત્રીજી અને ભત્રીજાને આપવામાં આવશે. શેન વોર્ને તેની પૂર્વ પત્નીને પ્રોપર્ટીમાંથી એક રૂપિયો પણ આપ્યો નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ સમાચાર પણ વાંચો : Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

ઉલ્લેખનીય છે કે શેન વોર્ને વર્ષ 1995માં સિમોન કેલાહાન સાથે લગ્ન કર્યા અને 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. શેન વોર્નને વાહનોનો પણ ખૂબ શોખ હતો, તેની પાસે તમામ મોંઘા વાહનો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શેન વોર્નની BMW, મર્સિડીઝ બેન્ઝ અને $375,500ની યામાહા મોટરસાઇકલ તેમના પુત્ર જેક્સનને આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like